પાકિસ્તાનની આ હરકત સામે વિદેશપ્રધાન જયશંકરે પણ સાર્ક નેતાઓ સમક્ષ આક્રમક વલણ અપનાવી પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. જયશંકર બેઠકમાં પોતાનું ભાષણ પૂર્ણ કરી નીકળી ગયા હતા. તેમણે અંદાજે 45 મિનિટ સુધી સાર્ક દેશોના પ્રતિનિધીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ બેઠકને પૂર્ણ થવામાં અડધો કલાકનો સમય હતો ત્યારે કુરૈશી બેઠકમાં જોડાયા હતા.
પાકિસ્તાનની સત્તારૂઢ પાર્ટી PTIએ સાર્ક દેશોની બેઠકમાં કુરૈશીની ગેરહાજરી હોવાનું ટ્વીટ કર્યું હતું. બીજીતરફ કુરૈશીએ આ અંગે જણાવ્યું હતુ કે જમ્મુ-કાશ્મીરમાં ભારતના નિર્ણયના વિરોધમાં તેમણે બેઠકનો બહિષ્કાર કર્યો છે.