પાકિસ્તાનને એયરપોર્ટનો એક કોરિડોર બંધ કરી દીધો છે. જેને લઇને વિદેશી ફ્લાઇટ્સને હવે 12 મિનયથી વધુ સમય લાગશે. આ સમગ્ર જાણકારી એયર ઇન્ડિયાના એક અધિકારીએ આપી હતી. પાકિસ્તાનથી પસાર થઇને 11 રુટ જઇ રહ્યા છે, જેમાંથી એક કોરિડોરથી આવનારા ત્રણ રૂટને બંધ કરી દીધા છે. એયર ઇંન્ડિયાના અધિકારીના જણાવ્યાં અનુસાર કોરિડોરને બંધ કરવાથી ફ્લાઇટ્સના રૂટમાં બદલાવ કરવામાં આવશે.
એયર ઇન્ડિયાના એક પ્રવક્તાના જણાવ્યાં અનુસાર, " એક કોરિડોરને બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે એયર ઇન્ડિયા પાકિસ્તાની એયરપોર્ટ પરથી રોજ 50 ફ્લાઇટ્સની અવર જવર થાય છે.
પાકિસ્તાની સરકારે આ નિર્ણય માટે એક મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન ઇમરાન ખાન ઉપરાંત દેશના ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકને પાકિસ્તાનની સરકારના ટ્વીટર હેન્ડલ પર નેશનલ સિક્યોરિટી મીટનું નામ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાકિસ્તાન ભારત સાથેના દ્વિપક્ષીય સમજૂતી પર સમીક્ષા કરશે. તે ઉપરાંત કાશ્મીર મામલાને UNમાં લઇ જવાની પાકિસ્તાને ધમકી પણ આપી હતી. મહત્વનું છે કે, પાકિસ્તાને ભારતના રાજદૂતને કાઢી મુક્યા છે.
પાકિસ્તાની સુત્રો મુજબ સરકાર ભારતમાં પોતાના ઉચ્ચ કમિશ્નર નહીં મોકલવાનો નિર્ણય પણ કરી ચૂકી છે. જેને આ મહિને ચાર્જ સંભાળવાનો હતો. તે ઉપરાંત પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચ કમિશ્નર અજય બિસારીયાને પણ પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે.