રક્ષામંત્રાલય તરફથી જણાવ્યા મુજબ આ ઘટના બપોરે 12.45 કલાકે પાકિસ્તાને સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરતા પૂંછ જિલ્લામાં LOC પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન તરફથી ગોળીઓ અને મોર્ટાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
રવિવારે પણ પાકિસ્તાને ભારતના શાહપુર અને સૌજિયાનમાં સેના તથા રહેણાંક વિસ્તારોમાં હુમલો કર્યો હતો, જેમાં નવ દિવસના એક શિશુનું પણ મોત થઈ ગયું છે તથા બે નાગરિકો પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.