શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં પૂંછ જિલ્લામાં શનિવારે નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લઘંન કરવામાં આવ્યું હતું, જેમાં એક મહિલા ઘાયલ થઈ છે.
રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે, મોડી રાત્રે 1.30 વાગે પાકિસ્તાનના પૂંછ જિલ્લામાં મનકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર અસૈન્ય વિસ્તારોને નિશાન બનાવી નાના હથિયારોથી ફાયરિંગ કરી મોર્ટારથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ હતું.
જોકે પાકિસ્તાનની આ નાપાક હરકતનો ભારતીય સેનાએ જડબાતોડ વળતો જવાબ આપ્યો હતો.
પોલીસ સુત્રો અનુસાર પૂંછ જિલ્લામાં થયેલા હુમલામાં 40 વર્ષની એક મહિલા ઘાયલ થઈ છે. પાકિસ્તાને શુક્રવારે શાહપુર, કિરની અને કાસબા વિસ્તાર એમ ત્રણ સેક્ટરોમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યુ હતું.
આ વર્ષે નિયંત્રણ રેખા પર અત્યાર સુધીમાં 3190થી વધુ સંઘર્ષ વિરામ ઉલ્લંઘનમાં 24 નાગરિકો માર્યા ગયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.