ETV Bharat / bharat

ગુજરાતને ફાળે 1 પદ્મ ભૂષણ અને 7 પદ્મ શ્રી, પદ્મ પુરસ્કાર અને વીરતા પદક-2020ની જાહેરાત

ભારત સરકાર દર વર્ષે પદ્મ એવોર્ડની જાહેરાત કરે છે. જેમાં ત્રણ વિભિન્ન એવોર્ડનો સમાવેશ થાય છે. આ એવોર્ડ દેશના જુદા-જુદા ક્ષેત્રમાં સફળતા અને તજજ્ઞતા ધરાવતા લોકોને આપવામાં આવે છે. પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એમ ત્રણ એવોર્ડનું વિતરણ થાય છે. ગુજરાતના 8 મહાનુભાવોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરાશે. જેમાં 7ને પદ્મ શ્રી જ્યારે 1 પદ્મ ભૂષણ એવોર્ડ ફાળવાયો છે.

padma awards 2020
padma awards 2020
author img

By

Published : Jan 25, 2020, 8:35 PM IST

Updated : Jan 26, 2020, 11:12 AM IST

ન્યૂઝ ડેસ્કઃ ગુજરાતના 8 મહાનુભાવોની યાદી

  • પદ્મભૂષણ

શ્રી બાલકૃષ્ણ દોષી - આર્કિટેક્ચર

  • પદ્મ શ્રી

શ્રી ગફુરભાઈ એમ. બિલાખિઆ - ટ્રેડ અને ઈન્ડસ્ટ્રી
શ્રી એચ. એમ. દેસાઈ - સાહિત્ય અને શિક્ષણ
શ્રી સુધીર જૈન - વિજ્ઞાન અને એન્જીનિયરીંગ
શ્રી યાઝદી નાઓશીરવાન કર્નજીયા - આર્ટ
શ્રી નારાયણ જે. જોશી કરાયાલ - સાહિત્ય અન શિક્ષણ
શ્રી શાહબુદ્દીન રાઠોડ - સાહિત્ય અને શિક્ષણ
ડૉ. ગુરદીપ સિંઘ - તબીબી

પદ્મ પુરસ્કાર અને વીરતા પદક-2020ની જાહેરાત, જમ્મુ-કાશ્મીર પોલીસને 108 પદકો કરાશે એનાયત

ભારતમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન બદલ પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એનાયત કરાય છે. રાજકારણ, સાહિત્ય કાર્ય, સાહિત્ય કળા, સંશોધન જેવા વિવિધ ક્ષેત્ર માટે સન્માન આપવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં દર વર્ષે આ એવોર્ડ સંમારંભનું આયોજન થાય છે. સરકાર આ એવોર્ડ વિતરણ માટેના લોકોના નામની ચર્ચા કરી અંતિમ યાદી તૈયાર કરી તેમના નામની જાહેરાત કરે છે. આવતીકાલે 26 જાન્યુઆરીના રોજ આ એવોર્ડ માટેના નામોની જાહેરાત કરી છે.

આ વખતે 21 મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાશે. જેમાં જગદીશ જલ આહૂજા, મોહમ્મદ શરીફ અને મુન્ના માસ્ટરનું નામ સામેલ છે. ઉપરાંત જાવેદ અહેમદ ટેક, સામાજિક કાર્યકર્તા સત્યનારાયણ મુનડ્યૂર, એસ રામકૃષ્ણ, યોગી એરોનને પુરસ્કારથી સન્માનિત કરાયા છે.

ગણતંત્ર દિવસના પ્રસંગે દર વર્ષની જેમ જવાનોને તેમના સાહસભર્યા કાર્યો માટે વીરતા પદક આપવામાં આવે છે. જેની જાહેરાત સરકારે કરી દીધી છે. આ વખતે સૌથી વધુ વીરતા પદક જમ્મુ-કાશ્મીર પોલીસને મળશે. 108 પદકો સાથે જમ્મુ-કાશ્મીર ટોચ પર છે. ત્યારબાદ CRPFને 76 પદક એનાયત કરાશે.

કેન્દ્રીય ગૃહ વિભાગના આદેશમાં કેન્દ્રશાસિત પોલીસ કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં સતત જોડાયેલી રહી છે. જેને ત્રણ શીર્ષ રાષ્ટ્રપતિ પોલીસ પદક અપાયા છે. જ્યારે CRPFને એક રાષ્ટ્રપતિ પોલીસ પદક મરણોપરાંત મળ્યો છે.

Intro:Body:

blank - 1

Conclusion:
Last Updated : Jan 26, 2020, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.