AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રની એક ચૂંટણી રેલીમાં આપેલા નિવેદનના કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યા હતાં.
ઓવૈસીએ ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, તેઓએ એક વખત એક જ દિવસમાં 15 બોટલ રક્તદાન કર્યું હતું.
હૈદરાબાદ લોકસભા સાંસદનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો, ત્યારબાદ સોશિયલ મીડિયામાં લોકોએ તેમની મજાક ઉડાવવાની શરૂ કરી દીધી.
તેના પર લાકોએ ઘણા મીમ, જીઆઈએફ અને જોરદાર જોક્સ બનાવીને મજા લીધી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ઓવૈસીએ કહ્યું હતું કે, તેઓએ વ્યક્તિગત રીતે બ્લડ આપવા માટે હૈદરાબાદના ઉસ્માનિયા જનરલ હોસ્પિટલમાં પીડિતાના બેડ સુધી પહોંચી ગયા.
ઓવૈસીના આ વીડિયોમાં લોકોની જોરદાર પ્રતિક્રિયાઓ આપતા જોવા મળ્યા.
એક વ્યક્તિએ ટ્વિટ કર્યું, એક વ્યક્તિમાં 4,500થી 5,700 મિ.લી બલ્ડની માત્રા હોય છે. એક યૂનિટમાં બ્લડની માત્રા 525 મિ.લી હોય છે. એટલે કે, 15 યૂનિટ બલ્ડ 7,875 મિ.લી થયું. ઓવૈસીએ કહ્યું કે તેઓએ 15 બોટલ બ્લડ ડોનેટ કર્યું. ઈંશાલ્લાહ... મેડિકલ સાયન્સને તો ભૂલી જ જાઓ, અલ્લાહ પણ તેમને બચાવી ન શકે.
એક ટ્વિટમાં કટાક્ષ કરીને કહેવામાં આવ્યું, ઓેવૈસીએ એક દિવસમાં 15 બોટલ બ્લડ આપ્યું અને લોકો તાળી પાડી રહ્યા છે.
એક અન્ય વ્યક્તિએ કહ્યું, ઓવૈસીએ પૈગ આપ્યો હશે 60 મિ.લી વાળો ભૂલમાં બ્લડ બોલી દીધું હતું.