બિહારમાં AIMIMના અસદુદીન ઓવૈસીએ વડાપ્રધાન નરેંન્દ્ર મોદી અને બિહારના CM નીતિશ કુમારની મિત્રતા પર પ્રહાર કર્યો હતો. ઓવૈસીએ કહ્યું કે નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદીની આશિકી લૈલા-મજનૂ જેવી છે. ઔવૈસીએ કહ્યું કે આ આશિકીની કહાની જ્યારે પણ લખવામાં આવશે ત્યારે તેમાં લખાશે કે તેની આશિકીના સમયે હિન્દુસ્તાનમાં હિન્દુ-મુસલમાનની વચ્ચે નફરત ઉભી થઇ હતી.
બિહારમાં મુસ્લિમ વિસ્તારમાં અસુદુદીન ઓવૈસીએ એક રેલીને સંબોધન કરતા કહ્યું કે, " નીતિશ કુમાર અને નરેંન્દ્ર મોદીની આશિકી મજબૂત આશિકી છે, લૈલા-મજનૂથી પણ વધારે મોહબ્બત આ બંને વચ્ચે છે. વધુમાં કહ્યું કે નીતિશ કુમાર અને મોદીનો પ્રેમની કહાની જ્યારે લખાશે, ત્યારે મને પુછતા નહીં કે લૈલા કોણ છે અને મજનૂ કોણ છે, તે તમે જ નક્કી કરજો.