નાગપુર: કોવિડ-19ના કારણે લાગેલા લોકડાઉનને કારણે કતરમાં ફસાયેલા 300થી વધુ ભારતીયો બે ફ્લાઇટમાં નાગપુર અને મુંબઇ પરત ફર્યા હતા. આ ફ્લાઇટ્સ સરકારના 'વંદે ભારત મિશન'નો ભાગ નથી. પરંતુ દોહામાં ભારતીની સંસ્થા 'ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર' અને કતરમાં સમુદાય સંગઠન 'મહારાષ્ટ્ર મંડળ' ના પ્રતિનિધિઓ દ્વારા આ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.
'ઇન્ડિયન કલ્ચરલ સેન્ટરના ઉપપ્રમુખ વિનોદ નૈયરે પત્રકારોને જણાવ્યું હતું કે, શુક્રવારે એક ફ્લાઇટમાં 172 યાત્રીઓ નાગપુર પહોંચ્યા હતા. જ્યારે બીજી ફ્લાઇટમાં 165 ભારતીય શનિવારે મુંબઇ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, નાગપુર પહોંચેલા પ્રવાસીઓમાં 86 છત્તીસગઢના, 34 મધ્યપ્રદેશના અને 52 મહારાષ્ટ્રના હતા. તેમણે ટિકિટના દીઠ 24,000 રૂપિયા ચૂકવ્યા હતા.
નૈયરે કહ્યું કે, મુંબઇ પહોંચેલા પ્રવાસીઓએ ટિકિટ દીઠ રૂપિયા 20,000 ચૂકવ્યા હતા. તેમણે કહ્યું કે, 'કતરમાં ફસાયેલા ભારતીયો સ્વદેશ પાછા ફરવા માગતા હતા અને અમે તેમના પરત ફરવા માટે ભારતીય દૂતાવાસ અને ઈન્ડિગો એરલાઇન્સ સાથે સંકલન કર્યું. કતરમાં, મહારાષ્ટ્ર વિભાગ દ્વારા ટિકિટ અને અન્ય દસ્તાવેજોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
નૈયરે કહ્યું કે કે, ફસાયેલા પ્રવાસીઓમાં અમુક એવા પણ હતા જે આ ટિકિટની કિંમત ચુકવી શકતા ન હતા જેમની મદદ માટે મંડળના કેટલાક સભ્યોએ પોતાના ખર્ચે તેમની જવાની વ્યવસ્થા કરી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે 169 પ્રવાસીઓને લઇને બીજી ફ્લાઇટ સોમવારે ગોવા પહોંચશે.