ETV Bharat / bharat

હરિયાણામાં લગ્ન સમારોહમાં 200 લોકો ઉપસ્થિત રહ્યા, 100થી વધુ કોરોના સંક્રમિત થયા - હરિયાણા કોરોનાના સમાચાર

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ચંડીગઢમાં એક લગ્નમાં લગભગ 150થી 200 લોકો ભેગા થયા હતા. જોકે, પરિવારનું કહેવું છે કે, તેઓએ લગ્ન સમારોહમાં નિયમોનું પાલન કર્યું હતું. પરિવારેનું કહેવું છે કે લગ્નમાં 50થી વધુ લોકો ભેગા થયા ન હતા.

હરિયાણામાં કોરોના
હરિયાણામાં કોરોના
author img

By

Published : Jul 19, 2020, 5:06 PM IST

ચંડીગઢ: હરિયાણાના ડોગરાન વિસ્તારમાં લગ્ન સમારોહમાં હાજર 100થી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એક જાણીતા ઝવેરીના ભત્રીજાના લગ્ન 28 અને 29 જૂને આયોજીત કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ લગ્નમાં લગભગ 150 થી 200 લોકો હાજર હતા.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર નિયમોનું પાલન કરીને આ લગ્નમાં આશરે 150 થી 200 લોકો એકઠા થયા હતા, જેમાંથી 81 લોકો હિસાર જિલ્લામાંથી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ ઉપરાંત, રાજસ્થાનના પીલીબંગામાંથી 22, પદ્મપુરમાં 3 , ગંગાનગર, ફતેહાબાદ અને સિરસામાં 22 દર્દીઓ પણ મળી આવ્યા છે. લગ્ન પછી કુલ 105 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

જોકે વહીવટતંત્ર દ્વારા લીલાવતી પેલેસને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે પરિવાર પર હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે, પરિવારનું કહેવું છે કે તેઓએ લગ્ન સમારોહમાં નિયમોનિયમોનું પાલન કર્યું હતું. તેમના લગ્ન સમારોહમાં ફક્ત 50 લોકો હાજર હતા.

હરિયાણામાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 609 પર પહોંચી ગઈ છે. જેમાંથી સાત લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 319 લોકો સારવાર બાદ સ્વસ્થ્ય થયા છે. હિસારમાં સક્રિય કેસની સંખ્યા વધીને 283 થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.