ETV Bharat / bharat

શસ્ત્રોના કારખાના: હાઇબ્રીડ પદ્ધતિએ નવિનીકરણ

સંરક્ષણ મંત્રાલયે હાલમાં જ KPMG એડવાઇઝરી સર્વિસીઝ પ્રા. લિ. તેમ જ ખૈતાન એન્ડ કં. લિ.ને સલાહકાર એજન્સીઓ તરીકે નીમી છે, જેથી ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)ને કોર્પોરેટ જેવું સ્વરૂપ આપી શકાય. સંરક્ષણ ઉદ્યોગોમાં સરકારી સાથે ખાનગી ક્ષેત્રોની પણ ભાગીદારી વધે તે માટે હાલના સમયમાં ચર્ચાઓ ચાલી રહી છે.

etv bharat
શસ્ત્રોના કારખાના: હાઇબ્રીડ પદ્ધતિએ નવિનીકરણ
author img

By

Published : Sep 19, 2020, 12:39 PM IST

Updated : Sep 19, 2020, 2:09 PM IST

ન્યુઝ ડેસ્ક : સંરક્ષણ મંત્રાલયે હાલમાં જ KPMG એડવાઇઝરી સર્વિસીઝ પ્રા. લિ. તેમ જ ખૈતાન એન્ડ કં. લિ.ને સલાહકાર એજન્સીઓ તરીકે નીમી છે, જેથી ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)ને કોર્પોરેટ જેવું સ્વરૂપ આપી શકાય. સંરક્ષણ ઉદ્યોગોમાં સરકારી સાથે ખાનગી ક્ષેત્રોની પણ ભાગીદારી વધે તે માટે હાલના સમયમાં ચર્ચાઓ ચાલી રહી છે.

તેમાં સૌથી વધુ ચર્ચા OFBને કોર્પોરેટ સ્વરૂપ આપવા વિશે થઈ રહી છે. મોટા ભાગના લોકો તેનાથી ફાયદો થશે તેવી રીતે જોઈ રહ્યા છે. મોટા ભાગના દેશોમાં રાષ્ટ્રીય સુરક્ષાની બાબતમાં ખાનગી અને સરકારી ક્ષેત્રની ભાગીદારી સામે સવાલો થતા હોય છે. એવું જોવા મળ્યું છે કે શીત યુદ્ધના અંત પછી વિકસિત દેશોમાં સંરક્ષણ ઉદ્યોગોમાં ખાનગી ક્ષેત્રનો પ્રવેશ થયો છે. સરકાર તરફથી જંગી ખર્ચ ઓછો થવા લાગ્યો અને સેના તથા શસ્ત્રો પાછળનું બજેટ ઘટ્યું પછી આમ થયું હતું.

ભારતમાં સ્થિતિ જુદી છે અને અત્યારે વાસ્તવિક અંકુશ રેખા પર તંગદિલી ઊભી થઈ છે. કાર્યદક્ષતાને ધ્યાનમાં આવા ફેરફારો કરવા જરૂરી પણ લાગતા હશે, પરંતુ સાવધાની સાથે તેમાં આગળ વધવું જોઈએ જેથી તંત્ર ખોરવાઈ ના જાય. થોડા વખત પહેલાં પ્રાઇસ વૉટરહાઉશ કૂપર્સ (PwC)ને કન્સલ્ટ તરીકે નીમીને આર્મી બેઝ વર્શશોપમાં GOCO પહેલ માટે વ્યૂહાત્મક દિશાસૂચન તથા તેના અમલ માટેની યોજના તૈયાર કરાઈ હતી. આ વર્કશોપ્સ સેનાને શસ્ત્રો અને સરંજામ પૂરો પાડે છે. સૌથી અગત્યનો મુદ્દો એ આવ્યો હતો કે મહત્ત્વના આ સ્રોત પર સેનાનું નિયંત્રણ છે તે ખાનગી ક્ષેત્રને કેમ સોંપી દેવું. તેના માટે સેના સમાધાન કરવા તૈયાર નહોતી.

વિગતવાર પ્રોજેક્ટ તૈયાર થયો, પણ તેની પાછળ ખર્ચાયેલા પૈસા પ્રમાણે તે બહુ એમેચ્યોર પ્રકારનો હતો. તેમાં એ વાતની અવગણના કરવામાં આવી કે આ વર્કશોપ્સ એન્જિનિયરિંગ માટેના મહત્ત્વના કેન્દ્રો છે અને જૂના સાધનોને જાળવી રાખવા માટે જરૂરી છે. ત્રણ દાયકા જૂની બોફર્સ ગન આજે પણ આક્રમણ માટેનું મહત્ત્વનું સાધન છે. આજે પણ તે ગનને કામ કરતી રાખી શકાઈ છે તેનું કારણ આ વર્કશોપ્સમાં એન્જિનિયરોએ કરેલી મહેનત છે. ઊંચી પહાડીઓ પર આ ગનને કામ કરતી રાખવી અને મેઇનટેઇન કરવી તે બહુ અઘરું કામ છે.

યુએસએ અને યુકે જેવા દેશોએ ખાડી યુદ્ધ વખતે જે બોધપાઠ મેળવ્યો તેમાંથી પણ શીખવું જોઈએ. GOCOની જગ્યાએ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ બંનેનું મિશ્રણ કરાયું હતું જેથી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહી શકાય. હાલમાં LAC પર ઘર્ષણ સર્જાયું છે તેના કારણે ફરી એકવાર પરંપરાગત રીતે તૈયાર રહેવા માટેની જે પદ્ધતિ છે તેની ઉપયોગીતા સમજાશે અને ખાનગીકરણ માટે વિચાર કરાશે. કોન્ટ્રેક્ટરો દ્વારા કામગીરી થવાની હોય ત્યારે કામગીરી માટે હંમેશા તૈયાર રહેવાની સ્થિતિમાં જોખમ થઈ શકે છે.

આ વર્ષો દરમિયાન ઓર્ડનન્સ ફેક્ટરીઝ તરફથી સેનાના દળોને શસ્ત્રો અને સરંજામ પહોંચાડાતા રહ્યા છે, જે DRDO દ્વારા વિકસાવાયા હોય અથવા તો TOT દ્વારા વિદેશથી મેળવાયા હોય. આ કારખાનામાં તૈયાર થતા શસ્ત્રો, તેની ગુણવત્તા, તેનો ખર્ચ અને વસ્તુ મેળવવામાં વિલંબના મુદ્દાઓ સેનાને લાંબા સમયથી પરેશાન કરી રહ્યા છે. તેથી આધુનિકીકરણ કરવાની જરૂર છે, ઉદ્યોગોની ઉત્તમ રીતો દાખલ કરવી જોઈએ અને જસ્ટ ઇન ટાઇમ ઇન્વેન્ટરીની પદ્ધતિ અપનાવી જોઈએ. જોકે સંકટ હોય ત્યારે તાત્કાલિક સરંજામમાં વધારો કરવો, તરત જ મેઇન્ટેન્સ કરી આપવું, અને કામગીરી માટે તૈયાર રહેવા માટે જરૂરી સબ સિસ્ટમ્સ ઊભી કરી આપવી તે બાબતોમાં આ ફેક્ટરીઓની કામગીરીની અવગણના થાય છે. બે મોરચે યુદ્ધ લડવાનું થાય ત્યારે શું થાય તે બાબતનો પણ વિચાર કરીને ભારતીય સૈનિકોને આધારભૂત રાઇફલ, ટેન્ક, તોપ મળી રહે તે જરૂરી છે.

પારદર્શિતા સાથે OFBને સાથે રાખીને કન્સલ્ટન્સી થવી જોઈએ. આ કંઈ આપણી વિરુદ્ધ તેમની સ્થિતિ નથી, જે વલણ PwC દ્વારા GOCO માટે લેવાયું હતું. એ યાદ રાખવું જોઈએ કે માણસોને કેન્દ્રમાં રાખીને સંસ્થામાં લાંબા ગાળાના ફેરફારો થવા જોઈએ. પરિણામ અને જવાબદારી સાથે કર્મચારીઓના કલ્યાણનું પણ વિચારવું જોઈએ. ટેક્નોલૉજી પડકાર નથી, પડકાર સંસ્કૃત્તિનો હોય છે. સહકારી, નવીન, ઉચ્ચ કાર્યદક્ષતા, વિશ્વાસ અને પારદર્શીતાની સંસ્કૃતિ હોવી જોઈએ. તે ધ્યાને નહિ લેવાય તો અધૂરો અમલ થશે અને વિસંગતિ સર્જાશે. ઘણા સરકારી એકમોનું કોર્પોરેટાઇઝેશન કરાયું છે, પણ તેમાંય ગુણવત્તા, ખર્ચ અને સમયપાલનની સમસ્યાઓ છે.

વડા પ્રધાન આત્મનિર્ભર થવાની વાત કરે છે તેને વાસ્તવિક બનાવવું હોય તો DIB તરફથી આગેવાની લેવી પડે. આ ક્ષેત્રમાં ઓર્ડનન્સ ફેક્ટરીઝ અને સરકારી એકમોની ક્ષમતાને વિકસાવવી જોઈએ અને માત્ર એસેમ્બલીનું કામ કર્યા કરે તેના બદલે નવીન શોધ અને સંશોધન માટે ધ્યાન આપવું જોઈએ.

આ માટે આ ફેક્ટરીઝની ક્ષમતાને ધ્યાનમાં રાખીને હાઇબ્રિડ ધોરણે સબ સિસ્ટમ માટે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી થવી જોઈએ. શસ્ત્રોમાં એકથી વધુ ટેક્નોલૉજી હોય છે અને શસ્ત્રોમાં નવીન શોધ કરીને નિકાસ કરવાની ભારતની ઇચ્છા હોય તો નવી ટેક્નોલૉજીના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડે. માત્ર ખર્ચો ઓછા કરવાના બદલે શસ્ત્રોની બાબતમાં કાર્યદક્ષ પરિણામો આવે તેવા હેતુ સાથે OFBનું માળખું કોર્પોરેટ પ્રકારનું કરવું જોઈએ.

- લેફ્ટ. જનરલ (ડૉ.) એન. બી. સિંહ (નિવૃત્ત), આર્મ્ડ ફોર્સીઝ ટ્રાઇબ્યુનલના સભ્ય

(લેખમાં વ્યક્ત વિચારો લેખકના છે, તેની સાથે ETV Bharat સહમત હોય તે જરૂરી નથી)

Last Updated : Sep 19, 2020, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.