નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સંક્રમિત વ્યક્તિને જો હળવા લક્ષણ જોવા મળે તો તેને હોસ્પિટલમાં આવવા કરતા ઘરમાં જ રહેવાની સલાહ દિલ્હી સરકારે આપી હતી. પરંતુ આ પર કડક વલણ અપનાવતા દિલ્હી સરકારે તેમને હોસ્પિટલમાં દાખલ ન કરવાનો આદેશ જાહેર કર્યો છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય સચિવે ગુરૂવારે આદેશ જાહેર કર્યો છે કે, કોરોનાના જે દર્દીઓમાં સામાન્ય અને હળવા લક્ષણો જણાય છે, તેમણે હોસ્પિટલમાં દાખલ થવાની જરુર નથી.
સ્વાસ્થ્ય સચિવે જાહેર કર્યો આદેશ
સ્વાસ્થય સચિવે આદેશ જાહેર કરતા જણાવ્યું છે કે, આ પ્રકારની સૂચના મળી છે કે, વગર લક્ષણવાળા કોરોના દર્દીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, પરંતુ ભારત સરકાર અને દિલ્હી સરકારે સ્પષ્ટ ગાઇડલાઇન જાહેર કરી છે કે, કોરોનાના મામુલી લક્ષણવાળા દર્દીઓને દાખલ કરવામાં ન આવે.
રિપોર્ટની જાણકારી કરો અપડેટ
આ સાથે જ ઇન્ટીગ્રેટેડ સર્વિલાંસ પ્રોગ્રામને લોન્ચ કરવામાં આવ્યો છે, જેને બધી જ હોસ્પિટલોના નોડલ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે. બધી જ હોસ્પિટલ પ્રશાસન પ્રતિદિન નવા દર્દીઓ, ભરતી થયેલા દર્દીઓને રજા આપવા સંબંધે ઉપલબ્ધ જાણકારી શેર કરશે. બધી જ હોસ્પિટલ દર્દીઓના સેમ્પલ લેવીની અને તે બાદ તેના રિઝલ્ટની જાણકારી પણ શેર કરશે.
જાણકારીને લઇને સતર્ક
સ્વાસ્થય સચિવે આદેશમાં કહ્યું કે, દિલ્હી સરકારને દરરોજ કોરોના સંબંધે જાણકારી જોઇએ, એ માટે કોરોના સંબંધે સમગ્ર માહિતી સાવધાનીથી તૈયાર કરવામાં આવે. જેથી લોકોને દિલ્હી સરકારની હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે સુવિધા સંબંધિત જાણકારી મળી શકે.
વધુમાં જણાવીએ તો હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે કેટલા બેડ ખાલી છે, હોસ્પિટલમાં શું સ્થિતિ છે?, તેની જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મોબાઇલ ઍપ લોન્ચ કરી હતી, પરંતુ આ ઍપ અત્યારે સારી રીતે કામ કરી રહી નથી. તે માટે હવે હોસ્પિટલને પ્રતિદિન ખાલી બેડની માહિતી આપવી પડશે. કેટલા દર્દીઓ છે અને કેટલા દર્દીઓ સ્વસ્થ થઇને ચાલ્યા ગયા છે, આ બધી જ માહિતી પણ તૈયાર કરવી પડશે અને દર્દીઓના કેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને તપાસ રિપોર્ટ પણ પ્રતિદિન શેર કરવા પડશે.