જયપુરઃ રાજસ્થાનમાં મૃત્યુ બાદ કરવામાં આવતા બારમા પર પ્રતિબંધ લગાવવા માટે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા હતા. જે બાદ હવે આ કુરિવાજને રોકવા માટે સ્વંયમ પ્રશાસને જવાબદારી સ્વીકારી છે. આ રિવાજને બંધ કરવાની જવાબદારી જિલ્લા પોલીસ અધિક્ષકોને સોંપવામાં આવી છે. આ બાબતે પોલીસ કાર્યાલય તરફથી લેખિતમાં આદેશ આપવામાં આવ્યો છે.
વહીવટી તંત્રે હવે બારમાની કુપ્રથાને રોકવા માટે મેદાનમાં ઉતર્યું છે. જેને કારણે બારમાના કુરિવાજને રોકવાની જવાબદારી પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી છે. આ માટે રાજસ્થાન પોલીસના ડીજીપી ભૂપેન્દ્રસિંહે રાજ્યના તમામ SPને આદેશ આપ્યા છે. આ આદેશ મુજબ જણાવવામાં આવ્યું છે કે, બારમા આપવા બદલ પ્રાદેશિક પંચ, સરપંચ અને પટવારી જવાબદાર રહેશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ વિભાગના વડાએ આદેશ કર્યો છે કે, બારમા પર પ્રતિબંધ લગાવવાનો કાયદો 1960થી છે, પરંતુ રાજસ્થાનમાં તેનું પાલન થતું નથી. જે આ કાયદાનો ભંગ કરે છે તેમની સામે કડક પગલા લેવામાં આવશે. પોલીસ મહાનિદેશકે રાજસ્થાન મોર્ટ્યુરી પ્રિવેન્શન એક્ટ 1960નું પાલન સુનિશ્ચિત કરવા રાજ્યના તમામ SPને સૂચના આપી છે.
આ અંતર્ગત પ્રથમ વખત રાજસ્થાનના ગામોના પંચ-સરપંચ અને પટવારીને જવાબદારી સોંપવામાં આવી છે. આવી સ્થિતિમાં જો આ પુણ્યતિથિ(બારમુ) થાય તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે, એટલું જ નહીં, ડેથ પાર્ટીને રોકવા માટે, તેઓએ કોર્ટમાં પણ જાણ કરવી પડશે, જેથી સમયસર કાર્યવાહી થઈ શકે.