નવી દિલ્હી: તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરવાનો રસ ધરાવતા યાત્રીઓ માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ લગભગ સાત મહિના બાદ, લખનવ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઇ બંને ટ્રેનોનું સંચાલન ફરી શરૂ કરવાની તૈયારીમાં છે.
આઇઆરસીટીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તહેવારોની સીઝને લઇ વધતી જતી યાત્રીઓની માંગને ધ્યાનમાં રાખીને તેજસ એક્સપ્રેસ બંને ટ્રેનો 17 ઓક્ટોબરથી ફરીથી દોડાવામાં આવશે.
લખનવથી દિલ્હી અને અમદાવાદ-મુંબઇની યાત્રા કરાવનારી તેજસ એક્સપ્રેસ 17 ઓક્ટોબરથી ફરીથી દોડવા જઈ રહી છે. ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) તેજસનુ ટીકીટ રિજર્વેશન પ્રકિયા આજે 8 ઓક્ટોબર ગુરૂવારના રોજથી શરૂ થઇ રહ્યું છે. ગત મંગળવારના રોજ IRCTC અને રેલ્વે બોર્ડના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
તેજસમાં યાત્રા કરનાર યાત્રીઓને રેલવે સ્ટેશન પક અંદાજીત ડોઢ કલાક પહેલા પહોંચવાનું રહશે. કોરોના મહામારીના કારણે રેલવે ટિકીટ રિઝર્વેશનના નિયમમા ફેરફાર કર્યો છે. હવે ટ્રેનોમાં આરક્ષણનો બીજો ચાર્ટ ટ્રેન ખુલતાં અડધા કલાક પહેલાં જ બહાર પાડવામાં આવશે.