હરિયાણાના પંચકુલામાં એક જનસભાને સંબોધતા રાજનાથસિંહે કહ્યું કે, આપણો પડોશી દેશ વિશ્વભરના દેશોના દરવાજા ખટખટાવી રહ્યું છે. પરંતુ, અત્યાર સુધી તેમને નિરાશા જ મળી છે. પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ સંભવ થશે જ્યારે, તેઓ આતંકીઓને સમર્થન કરવાનું બંધ કરશે. તેઓએ આગળ જણાવ્યું કે, પાકિસ્તાન સાથે હવે માત્ર POK ને લઈને જ વાતચીત થશે.
વધુમાં તેઓએ કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન કહી રહ્યા છે કે ભારત બાલાકોટથી પણ મોટા એક્શનની તૈયારીમાં છે. તેનો મતલબ એ થયો કે તેઓએ માન્યુ કે ભારતે બાલાકોટમાં શું કર્યું હતું. વડાપ્રધાન મોદી અમને વારંવાર પુછતા રહે છે કે આપણે ચૂંટણી ઘોષણા પત્રમાં જે વાયદા કર્યા હતા. તે વાયદા લાગુ થયા કે નહીં. તેઓએ કહ્યુ કે તેમની પાર્ટીનો સંકલ્પ છે કે પ્રાણ જાય પણ વચન ન જાય.