નવી દિલ્હીઃ ભારત સરકારે લોકડાઉનને કારણે વિશ્વભરમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે વંદે ભારત મિશન શરૂ કર્યું છે. જેના કારણે વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન પરત લાવવાની કાર્યવાહી સતત ચાલુ છે. સિંગાપોરથી કર્ણાટકના 152 ભારતીયો ઘરે પહોંચ્યા છે. આ ફ્લાઈટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કેમ્પેગૌડા પર આવી હતી.
આ ફ્લાઈટમાં 25 ગર્ભવતી મહિલા સહિત 152 યાત્રીઓ હતા. શરૂઆતમાં, તપાસમાં કોઈ પણ મુસાફરોમાં કોરોનાનો ચેપ ન હતો. પરંતુ પાછળથી તપાસમાં એક વ્યક્તિમાં કોરોનાની પુષ્ટિ થઈ. જે પછી તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.