ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર: ઉમર અબ્દુલ્લાની 8 મહિના બાદ નજરકેદમાંથી મુક્તિ - PSA

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાને મુક્ત કરવામાં આવ્યાં છે. તેમના પર 5 ઓગસ્ટ 2019એ (PSA) પબ્લિક સિક્યોરિટી એક્ટ લગાવવામાં આવ્યો હતો. જેને મંગળવારે હટાવી લેવામાં આવ્યો છે.

omar
ઉમર
author img

By

Published : Mar 24, 2020, 12:45 PM IST

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. ગત વર્ષે 5 ઓગસ્ટે કલમ 370 હટાવ્યા બાદ ઉમર અબ્દુલ્લાની PSA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. 8 મહિના બાદ આજે ઉમર અબ્દુલ્લાને મુક્ત કરવામાં આવ્યા છે.

ઉમર અબ્દુલ્લાની ટ્વીટથી લોકોની ભડકાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

ઉમર અબ્દુલ્લા પહેલા તેમના પિતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાને મુક્ત કરવામાં આવ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, PDPના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી હજી પણ નજરકેદ છે.

નોંધનીય છે કે, પાંચ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી 370ને હટાવી દેવામાં આવી હતી અને 3 પૂર્વ મુખ્યપ્રધાનોની સહિત કાશ્મીરના ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.