લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારીએ નિર્દેશ આપ્યો છે કે, લોકડાઉન સમયે સ્થળાંતર કરાયેલા મજૂરો, કામદારો અને શ્રમિકો અને અન્ય રાજ્યોથી પગપાળા આવતા અન્ય લોકોનેક રક્ષણ અને સંક્રમણના અસરકારક નિવારણ માટે જરૂરી પગલાં લેવામાં આવે.
તેમણે સૂચના આપી કે, તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પરપ્રાંતીય લોકો પ્રત્યે આદર અને દયાળુ સેવકોની જેમ વર્તે. જો આ મામલે કોઈ ફરિયાદ આવે તો સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. બહારથી આવતા પરપ્રાંતીયો માટે યોગ્ય સ્થળોએ જમવાનું, પીવાનું પાણી અને લાઉડ સ્પીકરો માટેની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ.