ભુવનેશ્વર: ઓડિશામાં કોરોના વાઇરસના સંક્રમણના 1,503 નવા કેસ નોંધાયા છે અને રોગચાળાને કારણે સાત વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ સાથે, સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 26,892 થઈ છે અને મૃત્યુની સંખ્યા વધીને 147 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, કોવિડ -19 થી ગંજામમાં ત્રણ અને સુંદરગઢ, ભુવનેશ્વર, કટક અને મલકનગિરી જિલ્લામાં એક-એક દર્દીઓનાં મોત થયાં છે. તેમણે કહ્યું કે, ઘણા લોકોમાં ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશર જેવા અન્ય રોગો પણ હતા. ઓડિશાના સૌથી અસરગ્રસ્ત જિલ્લા ગંજામમાં 491 કેસ નોંધાયા છે. ખુર્દામાં 223 અને કટકમાં 136 કેસ નોંધાયા છે.
અધિકારીએ જણાવ્યું કે કોવિડ -19 ના 9,918 દર્દીઓ હવે ઓડિશામાં સારવાર લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કોવિડ -19 ના 16,794 દર્દીઓ સાજા થયા છે.