ઓડિશાના બંધુડીની રહેવાસી જુલીમા નામની છોકરી નાની ઉંમરમાં જ સમાજમાં બાળવિવાહ જેવા અપરાધ રોકવા પર મિસાલ બની છે. જુલીમા કોડો એક ગરીબ પરિવારમાંથી આવી છે. જુલીમાએ તેમનું શિક્ષણ છોડી તેમના પરિવારને આર્થિક રૂપથી મદદ કરવા માટે કામ શરૂ કર્યું છે.
તે સ્વયંસેવક તરીકે એક સંસ્થામાં જોડાઈ છે. અને સમાજમાં બાળ વિવાહની સામાજીક અનિષ્ટ વિરુદ્ધ લડાઈ લડી છે. જુલીમાનું આ સાહસિક પગલું 12 બાળ વિવાહ રોકવામાં સફળ રહી છે. જુલીમા બાળ અધિકારીની રક્ષા, બાળ વિવાહ પર અંકુશ રાખવાની દિશામાં કામ કરી રહી છે. શિક્ષાના અધિકાર અને બાળવિવાહની સામાજીક અનિષ્ટા વિરુદ્ધ લડવામાં તેમને યૂનિસેફનો પુરસ્કાર મળ્યો છે.
જુલીમાં સમગ્ર દેશમાં આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવેલી પસંદગીકારોમાંથી એક છે. યૂનિસેફ પુરસ્કાર એ લોકો માટે છે જે સમાજમાં તેમના જીવન અને તેમની આસપાસના લોકો માટે ઉત્કર્ષ કામ કરે છે.