ભુવનેશ્વર: શુક્રવારે ઓડિશામાં કોરોના વાઇરસથી વધુ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંકની સંખ્યા 177 થઈ ગઈ છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના નવા 1,499 કેસો નોંધાયા છે. કુલ સંક્રમિત લોકોની સંખ્યા 31,000ને પાર થઇ ગઈ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે રોગચાળાને કારણે મૃત્યુ પામેલા 8 લોકોમાંથી, ગંજમ જિલ્લામાં ચાર, ગજપતિમાં એક, ખુરદામાં એક, નયાગઢમાં એક અને સુંદરગઢમાં એક દર્દીના મોત નીપજ્યા છે.અધિકારીએ જણાવ્યું કે, "દુ:ખની વાત છે કે હોસ્પિટલોમાં સારવાર દરમિયાન 8 દર્દીઓના મોત નીપજ્યા છે." તેમણે કહ્યું કે, રાજ્યના 30 માંથી 29 જિલ્લામાં ચેપના નવા કેસ નોંધાયા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ગંજમ જિલ્લામાં 368 નવા કેસ સામે આવ્યા છે. ખુરદામાં 214, ક્યોઝરમાં 81 અને સુંદરગઢમાં 75 લોકો કોરોના સંક્રમિત છે.કોરોના વાઇરસના કુલ 31,877 દર્દીઓમાંથી 19,746 સ્વસ્થ્ય થયા છે. રાજ્યમાં હજી પણ 11,917 સંક્રરીય કેસ છે. અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે ઓડિશામાં કોવિડ -19 ના 14,335 નમૂનાઓનું ટેસ્ટ કરવામાં આવ્યું છે.