ભુવનેશ્વર: ઓડિશામાં કોરોના વાઇરસના 543 નવા કેસોની પુષ્ટિ થતા, સક્રિય કેસની સંખ્યા 14000 ને પાર થઇ ગઈ છે. આરોગ્ય વિભાગે મંગળવારે આ અંગેની જાણકારી આપી હતી. ગંજામ, ભુવનેશ્વર, ખોર્ધા અને કટકમાં વધુ ચાર મૃત્યુ થતા અહીં કુલ મૃત્યુઆંક 74 પર પહોંચી ગયો છે. કટકમાં 71 વર્ષીય વૃદ્ધ, ખોર્ધામાં 40 વર્ષીય મહિલા, ભુવનેશ્વરમાં 71 વર્ષીય વૃદ્ધા અને ગંજામની 80 વર્ષીય વૃદ્ધનું વાઇરસના કારણે મોત નીપજ્યું હતું.
વિભાગે વધુમાં જણાવ્યું છે કે, સુંદરગઢમાં એક 15 મહિનાનું બાળક પણ કોરોના પોઝિટિવ મળી આવ્યું હતું, જેનું મોત જીએમ 1 ગાંગ્લિયોસિડોસિસથી થયું હતું. 543 નવા કેસોમાંથી 354 લોકો હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. ઓડિશામાં કેસની કુલ સંખ્યા 14,280 છે. સક્રિય કેસની સંખ્યા વધીને 4,929 થઈ છે, જ્યારે અત્યાર સુધીમાં 9,255 વ્યક્તિઓ સાજા થયા છે.
રાજ્યના મુખ્ય સચિવ એ.કે. ત્રિપાઠીીએ કહ્યું કે જેમનામાં કોવિડના સામાન્ય લક્ષણો છે તેવા લોકો જો હોમકોરોન્ટાઇન છાય તો કોવિડ હોસ્પિટલોમાં ગંભીર લક્ષણોવાળા દર્દીઓ માટે પથારી ઉપલબ્ધ થઇ શકે છે.
એક બ્રીફિંગ દરમિયાન, ત્રિપાઠીએ કહ્યું કે સરકારે શહેરી વિસ્તારોમાં સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને હોમકોરોન્ટાઇન થઇ તેમની સારવાર કરવા માટે મંજૂરી આપી છે.