ભુવનેશ્વર: ઓડિશામાં રવિવારે કોરોના વાઇરસના નવા 2,924 કેસ નોંધાયા બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 60,050 થઈ ગઈ છે. વધુ 10 દર્દીઓના મોત બાદ રાજ્યમાં રોગના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 343 થઈ ગઈ છે. આ માહિતી આરોગ્ય વિભાગના અધિકારીએ આપી હતી. ચેપને કારણે મૃત્યુ પામેલા 10 લોકોમાંથી ચાર ખુર્દા અને ગંજમ જિલ્લાના હતા. આ ઉપરાંત ભદ્રક, બોલાંગીર, કટક, જાજપુર, કંધમાલ અને સોનપુરમાં એક દર્દીનું મોત થયું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણએ ટ્વિટ કર્યું હતુંકે, "તે ખૂબ દુ:ખની વાત છે કે ,કોવિડ -19 ના 10 દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા." રાજ્યમાં હાલમાં 18,929 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અને 40,727 લોકો સ્વસ્થ થયા છે.અધિકારીએ જણાવ્યું કે, ખુર્દામાં સૌથી વધુ 488 નવા કેસ છે. આ પછી ગંજમમાં 318, જાજપુરમાં 200, કટકમાં 189, સુંદરગઢમાં 161, મયૂરભંજમાં 136, બાલાસોરમાં 127, રાયગઢમાં 116 અને ભદ્રકમાં 107 કેસ નોંધાયા છે.