નવી દિલ્હી: કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પૂર્ણ રૂપથી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અમુક વિસ્તાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
સોમવારના રોજ હેલ્થ મિનસ્ટ્રીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવામાં આવ્યું કે, કોરોના વાઈરસને કારણે 19 રાજ્યોમાં લોક ડાઉન કરવાની જાહેરાત થઇ છે. 6 રાજ્યોના અમુક વિસ્તાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. હેલ્થ મિનિસ્ટ્રીના સંયુક્ત સિચવ લવ અગ્રવાલે કહ્યું કે, કોરોના વાઇરસના 400થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાંથી 23 દરદીઓ સાજા થઇ ગયા છે, જ્યારે 11 લોકોના મોત થયા છે.