ઉત્તર પ્રદેશઃ રાજ્યમાં આરોગ્ય વિભાગના તમામ પ્રયાસ છતાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે શનિવારે KGU (King George's Medical University) નવા 71 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી રાજ્યમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. KGU દ્વારા 2220 કોરોના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 71 લોકો કોરોના પોઝિટિવ છે. આ બધા દર્દીઓ ઉત્તર પ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાંથી આવ્યા છે.
KGU દ્વારા આ બધાના સેમ્પલ અગાઉ લેવામાં આવ્યા હતા. જેમાં 71 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેની સંખ્યા નીચે મુજબ છે
- લખનઉ 32
- કન્નોજ 14
- મુરાદાબાદ 7
- બલિયા 01
- સંભલ 06
- અયોધ્યા 06
- શાહજહાંપુરા 04
- ગોરખપુર 01
કુલ 71
આ રિપોર્ટ બાદ લખનઉ, કન્નૌજ, મુરાદાબાદ, બલિયા, સંભલ, અયોધ્યા, શાહજહાંપુર અને ગોરખપુર રેડ ઝોન સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. બાદમાં તમામ કોરોના દર્દીઓને પણ સમાન સ્તરે કોવિડ -19ના હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર થઈ રહી છે.
નવા નોંધાયેલા આ ર્દીઓની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 12687 થઈ ગઈ છે. રાજ્યભરમાં ક્વોરેન્ટેડ દર્દીઓની સંખ્યા 7450 છે અને 4868 દર્દીઓ આઈસોલેટ કરાયા છે. જ્યારે 7609 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. તો બીજી તરફ, 365 કોરોના દર્દીના મોત થયા છે.