ઉત્તર પ્રદેશ: રાજ્યમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યાને કાબૂમાં લેવા માટે આ પ્રકારની બધી વ્યવસ્થા ઉત્તર પ્રદેશ સરકાર કરી રહી છે. પરંતુ તેમ છતાં ગુરુવારેેે કેજીએમયુંના રિપોર્ટમાં 52 નવા કોરોના વાઇરસનાં કેસ નોંધાયા છે.
કેજીએમયુ દ્વારા 1621 કોરોનાના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જેમાં 52 નવા કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. આ બધા દર્દીઓ ઉત્તર પ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાંથી આવ્યા છે, આ બધાના સેમ્પલ થોડા દિવસો પહેલા કેજીએમયુમાં જિલ્લાઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા.
આ વિસ્તારોમાં નવા કેસ નોંધાયા છે
- લખનૌ 09
- પીલીભીત 01
- હરદોઈ 11
- સંભલ 04
- શાહજહાંપુર 05
- કન્નૌજ 05
- અયોધ્યા 11
- મુરાદાબાદ 06
કુલ 52 કેસ નોંધાયા
આ બાદ લખનઉ, હરદોઈ, સંભલ, પીલીભીત, શાહજહાંપુર, કન્નૌજ, અયોધ્યા, મુરાદાબાદને રેડ ઝોન સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. તેમજ બધા કોરોના દર્દીઓને ત્યાની કોવિડ -19 માં દાખલ કરાયા છે અને તેમને કોરોના વાઇરસની સારવાર આપવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશમાં હવે કોરોના વાઇરસ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 8922 સુુુધી પહોંચી ગઇ છે. તેમજ રાજ્યભરમાં 7895ને કોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે. આ સાથે રાજ્યમાં 3579 દર્દીઓ આઇસોલેશનમાં છે. જ્યારે 5257 દર્દીઓ કોરોના વાઇરસથી સ્વસ્થ થયા છે. જો કે ઉત્તર પ્રદેશમાં કોરોનાથી 230 લોકોનાં મૃત્યું પણ થયા છે.