સુપ્રિમ કોર્ટે મંગળવારે મુખ્યપ્રધાન વી.નારાયણને નોટિસ ફટકારી આદેશ કર્યો છે કે, નાણાકીય અસર અથવા જમીન ટ્રાન્સફર સંબંધિત કેબિનેટની કોઈ પણ સુનાવણીની આગલી તારીખ સુધી લાગુ કરવામાં આવશે નહીં.
ન્યાયમૂર્ત એમ.આર.શાહ અને ઇંદુ મલ્હોત્રાની પીઠ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જુનમાં થયેલી કેબિનેટ મીટિંગમાં નાણાકીય અસર અથવા જમીન ટ્રાન્સફર સંબંધિત કોઈપણ નિર્ણય લાગુ કરી શકાતો નથી.
સુપ્રિમ કોર્ટ આ કેસની સુનાવણી 21 જૂનના રોજ હાથ ધરવાનું જણાવ્યું છે. સાથે જ મુખ્યપ્રધાનને કોર્ટે એક પાર્ટી તરીકે હાજર રહેવા જણાવી નોટિસ પણ પાઠવી હતી.
28 મી મેના રોજ સુપ્રીમ કોર્ટે પુડુચેરીના ઉપરાજયપાલ કિરણ બેદીની અરજી સાંભળી તેમાં સહમતિ દાખવી હતી. આ અરજીમાં કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટી નિયંત્રણ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે.