નવી દિલ્હી : અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આસિફમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. આસિફ અલી વતી એડવોકેટ એમ.એસ. ખાને અરજીમાં કહ્યું છે કે, તેમના સહિત તિહાડ જેલના 17-18 કેદીઓને ઉધરસ અને તાવ જેવા કોરોનાના લક્ષણો દેખાઈ રહ્યા છે. તેમા વધુમાં કહેવામાં આવ્યું છે કે, જેલ પ્રશાસને તેમની તબીબી તપાસ માટે કોઈ પણ વ્યવસ્થા કરી નથી. અરજીમાં તે તમામ કેદીઓની કોરોના ટેસ્ટની માગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જેલ પ્રશાસન જો સમયસર તેમની સારવાર નહીં કરે તો તેમની સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે.
ડિસેમ્બર 2015 માં આસિફની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પ્રજાસત્તાક દિવસ પહેલા દેશભરમાં આતંકી હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે. વર્ષ 2016 માં, આતંકવાદી સંગઠનોને ભરતી કરવા અને આર્થિક સહાય આપવા બદલ વધુ 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી એક શંકાસ્પદ સરકારી સાક્ષી બન્યો છે. એનઆઈએના જણાવ્યા અનુસાર આરોપીઓએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેઓ સીરિયામાં લોકોને આ કામમાં ભરતી કરવાતા હતા.