ETV Bharat / bharat

ઓનલાઈન વર્ગો માટે ગરીબ વિદ્યાર્થીઓને લેપટોપ, ઇન્ટરનેટની આપવા માટેની અરજી પર સુનાવણી કરાઈ

દિલ્હી હાઈકોર્ટે કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન શાળાઓના ઓનલાઇન વર્ગમાં જોડાવા માટે આર્થિક રીતે ગરીબ વર્ગના બાળકોને મફત લેપટોપ, આઈપેડ અને હાઇ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરવા માર્ગદર્શિકા માંગતી અરજીની પર સુનાવણી હાથ ધરી હતી.

દિલ્હી
દિલ્હી
author img

By

Published : May 9, 2020, 1:24 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન શાળાઓના ઓનલાઇન વર્ગમાં જોડાવા માટે આર્થિક રીતે ગરીબ વર્ગના બાળકોને મફત લેપટોપ, આઈપેડ અને હાઇ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરવા માર્ગદર્શિકા માંગતી અરજીની સુનાવણી કરતી વખતે સુનાવણી હાથ ધરી હતી. કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે. ન્યાયાધીશ મનમોહન અને ન્યાયાધીશ સંજીવ નરુલાની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી 10 જૂન સુધીમાં જવાબ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો હતો.

ઓનલાઈન ક્લાસના કારણે બાળકોના ભણતર બગડશે...

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, સરકારે ખાતરી કરવી જોઈએ કે, કોઈ પણ ઉપકરણ સાધનોના અભાવને કારણે ઓનલાઇન વર્ગ ન છૂટે. જસ્ટિસ ફોર ઓલ નામની એનજીઓ દ્વારા આ અરજી કરવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ, શાળાઓ દ્વારા ઓનલાઈન વર્ગો યોજવામાં આવે ત્યાં સુધી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લેવામાં આવતા વર્ગોમાં ભાગ લઈ શકતા નથી. અરજીમાં શિક્ષણ અધિકાર અધિનિયમની કલમ 3(2) ટાંકીને જણાવ્યું છે કે, સરકાર આવા વિદ્યાર્થીઓને ભણાવવા માટે બંધાયેલી છે.

ગરીબ વિદ્યાર્થીઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ...

સીબીએસઇ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સલાહકાર અને પરિપત્રમાં ઓનલાઇન વર્ગની પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ તે સમજી શકાયું નહીં કે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ઓનલાઇન વર્ગ માટે જરૂરી સાધનો ખરીદી શકતા નથી. આ અરજીમાં જણાવાયું છે કે, શિક્ષણ અધિકાર અધિનિયમની કલમ (સી) હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને માળખાગત સુવિધા પૂરી પાડવાની જવાબદારી રાજ્ય સરકારની છે. તેમને શિક્ષણ નકારી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટમાં લેવાયેલા નિર્ણય અપાયો હવાલો...

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, શિક્ષણ અધિકાર અધિનિયમના નિયમોમાં પણ લેપટોપ અને ટેબ્લેટ્સની જોગવાઈ નથી. કોરોના સંકટ દરમિયાન અસાધારણ સંજોગોને ધ્યાનમાં લીધા પછી તે નિયમોનું અર્થઘટન કરવું જોઈએ. અરજીમાં સુપ્રીમ કોર્ટના કેટલાક ચૂકાદાઓ ટાંકવામાં આવ્યા છે કે, સરકારોની સાથે સાથે ખાનગી શાળાઓની પણ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સમાન શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવાની ફરજ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.