કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને રાજ્યપાલ જગદીપ ધનખડ વચ્ચેનો ઝઘડો કોઈથી છુપાયલો નથી. કોવીડ-19 સામે લડાઇમાં રાજ્ય સરકારની પદ્ધતિઓ અંગે ધનખડ સતત ચિંતા વ્યક્ત કરતા આવ્યા છે.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને કહ્યું કે તેમની કોવિડ-19 સામેની લડાઇમાં જે નિષ્ફળ રણનીતી છે તે લોકોનું ધ્યાન હટાવવાનું કામ કરી રહી છે. ધનખડે મમતા પર લઘુમતી સમુદાયના તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો હતો.
ધનખડે ટ્વીટ કર્યું, 'આશા છે કે સારી લાગણીઓ હવે જીતશે અને તમામ પડકારોનો સામનો કરવા એકતાથી આગળ વધશે, જેથી સંકટમાં રહેલા લોકોને થોડો આશ્વાસન મળશે.
આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે રાજ્યપાલ જગદીપ ધનખડ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ રાજ્યના વહીવટની કામગીરીમાં સતત દખલ કરી રહ્યા છે અને તેઓ નિર્ણય કરે કે કોણે બંધારણના ધર્મ અને મર્યાદાની હદ પાર કરી છે.
રાજ્યપાલને ભારપૂર્વક લખેલા પાંચ પાનાના પત્રમાં, બેનર્જીએ કહ્યું હતું કે, ધનખડ ભૂલી ગયા છે કે મમતા એક ગૌરવપૂર્ણ ભારતીય રાજ્યના ચૂંટાયેલા મુખ્ય પ્રધાન છે જ્યારે તેઓ નામાંકિત રાજ્યપાલ છે.
રાજ્યપાલની નિમણૂક અંગે મમતાના વિચાર અંગે બોલતા, ધનખડે કહ્યું કે તેમના વિચાર નિંદાકારક છે અને આને બંધારણની પ્રાથમિક ઉપેક્ષા તરીકે જોઇ શકાય છે.
મમતાએ તેના પત્રમાં લખ્યું છે કે 'તમારે જાતે જ નક્કી કરવું પડશે કે તમે મારા પર, મારા પ્રધાનો, અધિકારીઓ ઉપર સીધો હુમલો કર્યો છે. શું તમારી ભાષા અને વલણને સંસદીય કહી શકાય? તમે જે રાજ્યના રાજ્યપાલ છો તે રાજ્યની સરકાર વિરુદ્ધ સંવાદદાતા સમ્મેલન યોજવી, મારા પ્રધાનોના કાર્યમાં તમારી સતત દખલગીરીથી સ્પષ્ટ થાય છે કે બંધારણીય ધર્મનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.