વધુમાં ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે, પવિત્ર કુરાન પર હાથ રાખીને એક પણ મુસલમાન એમ કહે કે, તેમની સાથે ધાર્મિક આધારે દેશની શાસન વ્યવસ્થાએ પરિવર્તન કર્યું છે, તો જે કહેશો તે હું કરવા તૈયાર છું. તેમણે કહ્યું કે, આમ છતાં મુસ્લિમ સમુદાયના મનમાં ડર ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
લઘુ ઉદ્યોગ ભારતી કાર્યક્રમમાં નાગરિકતા સુધારા કાયદા અંગે બોલતા શેખાવતે કહ્યું કે, એવો કાયદો જેમાં માત્ર નાગરિકતા આપવાનું પ્રાવધાન છે, તે કાયદા અંગે મૂંઝવણ ફેલાવીને કેટલાક લોકો ફરી એકવાર ધર્મના આધારે સમાજને વિભાજીત કરી રહ્યાં છે. આ એવા લોકો છે જેમની રાજકીય જમીન પગ નીચેથી સરકી ગઈ છે. શેખાવતે કહ્યું કે, એવા વીડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે જાણે ફરીવાર 1947નો યુગ આવશે.