ઉત્તર રેલવેએ 50 હજાર PPE કીટ બનાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો - Northern railway
ઉત્તર રેલવેએ કોરોના વોરિયર્સ માટે સારી ગુણવત્તાની પીપીઈ કિટ્સ બનાવી રહી છે. ઉત્તર રેલવેએ એક દિવસમાં 3 હજાર કિટ બનાવવાનું લક્ષ્યાંક પૂર્ણ કર્યુ છે. રેલવે બોર્ડે મે મહિનામાં 30,000 પીપીઈ કીટ બનાવવાનું લક્ષ્યાંક બનાવ્યું હતું, જે 12 દિવસ પહેલા જ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
નવી દિલ્હી: કોરોનાનો કહેર સતત વધતો જઇ રહ્યો છે. જેને રોકવા માટે દરેક લોકો સહયોગ આપી રહ્યાં છે. કોરોના સાથે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય રેલ્વે પણ કોરોના વોરિયર્સ સાથે ખભાથી ખભા ચાલી રહ્યું છે. કોરોના વોરિયર્સની સૌથી મોટી ફરિયાદ એ છે કે તેમને કોરોનાનો સામનો કરવા માટે હલકી ગુણવત્તાની પીપીઇ કીટ આપવામાં આવી રહી છે. જેના કારણે તેઓ તેમની ચપેટમાં આવી રહ્યાં છે.
આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલી આ ફરિયાદના નિવારણ માટે ભારતીય રેલવે દ્વારા પહેલ કરવામાં આવી છે. ઉત્તર રેલવેની બનાવેલી ડિઝાઇન અને તેની ટેકનીકને ભારત સરકારની સૌથી મોટી ટેકનીક શોધ કરવા વાળી સંસ્થા ડીઆરડીઓએ પણ લીલી ઝંડી દેખાડી છે. તેનાથી પ્રોત્સાહિત થઇ ઉત્તર રેલ્વેની ડિઝાઇન અને ટેકનીક અપનાવીને મે મહિનામાં 50,000 પીપીઇ કિટ બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
મે મહિના સુધીમાં 50000 પીપીઇ કિટ બનાવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યું
ઉત્તર રેલ્વેના ચીફ મિકેનિકલ એન્જિનિયર અરૂણ અરોરાએ જણાવ્યું હતું કે, ઉત્તર રેલવેએ હવે મે મહિના સુધીમાં 50,000 પીપીઈ કીટ બનાવવાનું લક્ષ્યાંક નક્કી કર્યુ છે. ઉત્તર રેલવેએ ભારતીય રેલવેના કોવિડ વોરિયર્સ માટે 42000 કિટ્સ બનાવી ચુક્યો છે. તમને જણાવી દઈએ કે, એપ્રિલ મહિનાની શરૂઆતમાં, ઉત્તરી રેલવેએ તેની ઉત્પાદન ક્ષમતા વધારીને 2000 કીટ એક દિવસમાં બનાવી લીધી હતી. ઉત્તરી રેલવેના ટેકનીકી અને ઉત્પાદન યોગદાનને કારણે એપ્રિલમાં ભારતીય રેલ્વેની વિવિધ વર્કશોપમાં 41000 પીપીઇ કીટનું ઉત્પાદન કરવામાં આવ્યુ હતું. જેમાં એકલા ઉત્તરી રેલ્વેએ 12000 કીટ ફાળવવામાં આવી હતી.
ઉત્તર રેલવેની ટેકનીકની મદદથી જે કિટ બનાવવામાં આવી રહ્યાં છે. તે પ્રતિ કિટની કિંમત રૂપિયા 447 છે. જ્યારે બજારમાં મળી રહેલા આજ કિટની કિંમત 805 રૂપિયા છે.