નીતિ આયોગના સભ્ય વી.કે. સારસ્વતે કાશ્મીરમાં ઈન્ટરનેટ પાબંધીને વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે ઈન્ટરનેટ બંધી પર કહ્યું કે "કાશ્મીરમાં ઈન્ટરનેટ હોય કે ન હોય શું ફર્ક પડવાનો..? તમે ત્યાં ઈન્ટરનેટ પર શું જોવાના..? ત્યાં ઈ ટેલિંગ થઈ રહ્યં છે..? ખરાબ ફિલ્મો જોવા સિવાય ત્યાં કંઈજ થતું નથી." તેમના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, કાશ્મીરમાં ઈન્ટરનેટ પર ખરાબ કન્ટેન્ટ જોવા માટે જ ઈન્ટરનેટનો ઉપયોગ થાય છે.
વધુમાં તેમણે ઉમેર્યુ કે, ''રાજનેતાઓ કાશ્મીર જવા શા માટે ઈચ્છે છે..? તેઓ કાશ્મીરમાં પણ દિલ્હીની જેમ રોડ પ્રદર્શન ઉભું કરવા માગે છે. તેઓ વિરોધ પ્રદર્શનને વધારવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.