ETV Bharat / bharat

સંસદના ચોમાસુ સત્રનો આગામી 14મી સપ્ટેમ્બરથી આરંભ, કોરોનાના કારણે પ્રશ્નકાળ નહીં યોજાઈ

રાજ્યસભા સચિવાયલ દ્વારા જાહેર એક સૂચના મુજબ, કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પ્રશ્નકાળ નહીં યોજાઈ.

સંસદનું ચોમાસુ સત્ર
સંસદનું ચોમાસુ સત્ર
author img

By

Published : Sep 2, 2020, 1:53 PM IST

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 14 સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી યોજાનાર સંસદના સત્ર અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. કોવિડ - 19ના લીધે ઊભી થયેલી પરિસ્થિતિના લીધે સંસદના આ વખતના સત્રના આયોજનમાં નવા ફેરફારો થશે, જેમાં સંસદ સભ્યો તથા સંસદના સંકુલમાં આવનારા કર્મચારીઓના પરિક્ષણો, સામાજિક અંતરની જાળવણી જેવા પગલાંનો સમાવેશ થાય છે.

કોરોના મહામારીના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને રાજ્યસભા સચિવાલયે કહ્યું કે, સંસદમાં પ્રશ્નકાળ નહીં યોજાઈ. રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિએ 14 સેપ્ટેમ્બર 2020ના રોજ રાજ્યસભા સત્ર બોલાવ્યું છે. આ સત્ર 1 ઓક્ટોબર 2020ના રોજ પૂર્ણ થશે.

નિવેદનમાં કહ્યું કે, શૂન્યકાળ અને અન્ય કાર્યવાહી સૂચી મુજબ આયોજીત કરવામાં આવશે. સંસદના ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબરે પૂર્ણ થશે. પ્રશ્નકાળ ન થવાના કારણે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, "સાંસદોની સુરક્ષાને લઇ પ્રશ્નકાળ સ્થગિત કરવાનો નિર્ણય મારી સમજ બહાર છે."

આ આગાઉ 28 ઓગસ્ટના રોજ લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને આગ્રહ કર્યો હતો કે, સંસદના આગામી ચોમાસા સત્રમાં સભ્યોના પ્રશ્નો પુછવા અને મહત્વના મુદ્દાઓ વિશે પુછવાના અધિકારો પર કપાત મુકવામાં ન આવે. બિરલાને લખેલા પત્રમાં ચૌધરીએ કહ્યું હતું કે, પ્રશ્ન સમય અને શૂન્ય સમય કાપવો જનપ્રતિનિધિઓના હિતમાં નથી. તેમણે કહ્યું, 'એવું લાગે છે કે આ સત્ર દરમિયાન સમય ફાળવણી અને સભ્યો દ્વારા આપવામાં આવેલી નોટિસની સંખ્યાને મર્યાદિત કરીને પ્રશ્ન કલાક અને શૂન્ય કલાકો ઘટાડવાનો પ્રસ્તાવ છે.'

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'હું તમને વિનંતી કરું છું કે પ્રશ્નાત્મક સમય અને ઝીરો અવરમાં કોઈ કાપ ન મુકવામાં આવે. સભ્યોને પ્રશ્નો પૂછવાની અને સામાન્ય મુદ્દાઓ ઉભા કરવાની તક આપવી જોઈએ.

લોકસભામાં પ્રશ્નોત્તરીનો સમય સવારે 11 થી 12 દરમિયાન છે જેમાં સભ્યો, પ્રધાનો સાથે સંબંધિત વિભાગોને લગતા પ્રશ્નો પૂછે છે. આ પછી એક શૂન્ય કલાક હોય છે જેમાં સભ્યો તેમના વિસ્તાર અથવા જનહિતના અન્ય પ્રશ્નો ઉભા કરે છે.

કોરોના રોગચાળો ફેલાતો અટકાવવા માટે, સત્રમાં ભાગ લેનારા ધારાસભ્યોએ જરૂરી કોરોના વાઇરસ પ્રોટોકોલનું પાલન કરવું પડશે પ્રોટોકોલમાં 72 કલાકની અંદર COVID-19 નું પરીક્ષણ શામેલ છે.

બંને ગૃહોની કાર્યવાહી દૈનિક ધોરણે કરવામાં આવશે. પ્રથમ દિવસે (14 સપ્ટેમ્બર), લોકસભા સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 3 થી સાંજના 7 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરતા પહેલા માર્ચમાં સંસદ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.