નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ફરી એક વાર કહ્યું છે કે, કોરોના હવાથી નથી ફેલાતું આ દાવાનો કોઇ પુરાવા હજુ સુધી નથી મળ્યા.
આ સંદર્ભમાં ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.લોકેશ શર્માએ કહ્યું હતું કે હજી સુધી આવા કોઈ પુરાવા મળ્યા નથી, કે જેથી એમ કહી શકાય કે કોરોના હવાથી ફેલાય છે. હા...દાવાઓ થઈ શકે છે, પરંતુ બધું ક્લિનિકલ અભ્યાસ, સંશોધન પર આધારીત છે.
ICMR એ 32 દેશોના 239 વૈજ્ઞાનિકોના વાતને ધ્યાનમાં રાખીને આ નિવેદન આપ્યું હતું ,કે જેમણે દાવો કર્યો હતો કે કોરોના હવાથી ફેલાય છે .નોંધપાત્ર વાત એ છે કે, વિવિધ દેશોના વૈજ્ઞાનિકોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ને કહ્યું છે કે, કોરોના વાઇરસ હવાથી પણ ફેલાય છે, જેના પુરાવા તેમની પાસે છે.હવામાં કોરોનાના નાના નાના કણોથી વ્યક્તિને ચેપ લગાવી શકે છે.
WHO અને સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંશન (CDC)દ્વારા અત્યાર સુધી શેર કરેલી માહિતી અનુસાર ચેપગ્રસ્ત વ્યક્તિને છીંક આવવાથી અથવા ખાંસી દ્વારા મોંમાંથી બહાર આવેલા ટીપા દ્વારા કોરોના વાઇરસ અન્ય લોકોમાં ફેલાય છે.
ICMR એ અગાઉ એમ પણ કહ્યું હતું કે ચેપગ્રસ્ત વ્યક્તિના છીંક અથવા ખાસીથી કોરોના વાઇરસ ફેલાય છે.