ETV Bharat / bharat

મરકજને ખાલી કરાવવા રાત્રે 2 કલાકે નિઝામુદીન પહોંચ્યાં અજીત ડોભાલ - Tablighi Jamaat. case

નિઝામુદીનની મરકજ મસ્જિદમાંથી લોકો બહાર નિકળવામાં સહમત નહોતા. દિલ્હી પોલિસ અને સુરક્ષા એજન્સિઓની ચેતવણી હોવા છતા પણ મૌલાના સાદ તેને ખાલી કરવા નહોતા ઇચ્છતા. ત્યારબાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મૌલાનાને મરકજ ખાલી કરવા અંગે સમજાવટ કરી.

મરકજને ખાલી કરાવવા રાતે 2 કલાકે નિજામુદીન પહોંચ્યાં ડોભાલ

author img

By

Published : Apr 1, 2020, 5:10 PM IST

નવી દિલ્હી: દિલ્હીના નિઝામુદીન મરકજની ભીડને ખાલી કરવા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સરકારના આદેશ અને પોલિસની ચેતવણી બાદ પણ જમાત મસ્જિદ ખાલી ન કરવા જિદ પકડી હતી, ત્યારબાદ અડધી રાત્રે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ મરકજ પહોંચી અને જમાતને મસ્જિદ ખાલી કરાવવા માટે સમજાવવામાં આવ્યા હતા.

મસ્જિદના મૌલાના સાદ દિલ્હી પોલિસ અને સુરક્ષા એજન્સિઓનો આગ્રહને ઠુકરાવી ચૂક્યા હતા. તેવામાં ગૃહ પ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને આગ્રહ કર્યો કે તે જમાત મસ્જિદ ખાલી કરાવવા માટે આગળ આવે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ગૃહમંત્રાલયના આદેશ પર ડોભાલ 28-29 માર્ચની રાત્રે 2 કલાકે મરકજ પહોચ્યાં હતા. સુત્રના જણાવ્યાં અનુસાર ડોભાલે મૌલાના સાદને સમજાવ્યા અને ત્યાં હાજર લોકોને કોરોના ટેસ્ટ કરાવવા કહ્યું. આ સાથે જ લોકોને ક્વોરેન્ટાઇનમાં રાખવાની વાત કરી.

શાહ અને ડોભાલને સ્થિતિની ગંભીરતાની જાણ હતી કારણ કે સુરક્ષા એજન્સિઓએ કરીમનગરમાં ઇન્ડોનેશિયાના 9 કોરોના દર્દીની ઓળખાણ કરી હતી.

સુરક્ષા એજન્સિઓએ મરકજમાં કોરોના સંક્રમણનો મેસેજ આગળના દિવસે જ તમામ રાજ્ય અને પોલિસને મોકલ્યો હતો. ડોભાલના સમજાવ્યા બાદ મરકજ 27,28 અને 29 માર્ચના રોજ 167 તબલીઘી કાર્યકર્તાઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે તૈયાર થયા હતા.

ડોભાલની દખલગીરી બાદ જ જમાત નેતા મસ્જિદની પણ સફાઇ કરવા તૈયાર થયા. ડોભાલે મુસ્લિમો સાથે જુના સંબંધોને જાળવી રાખીને મિશન પાર પાડ્યુ હતુ. દેશની સુરક્ષા માટે રણનીતિ બનાવાવા માટે મુસ્લિમ ઉલેમા તેની સાથે મીટિંગ કરી ચૂક્યા છે.

ઉલ્લેખનિય છે કે, તબલીઘી જમાતમાં સામેલ 9 લોકોના કોરોના વાઇરસના પગલે મોત થઇ ચૂક્યા છે. મૃત્યુ થનારમાંથી 6 તેલંગણા, તમિલનાડુ, દિલ્હી અને મુંબઇમાંથી 1-1 છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.