નવી દિલ્હીઃ બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમાર અને નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ નિવૃત્ત લોકપાલ સભ્ય અને પૂર્વ ન્યાયાધીશ અજયકુમાર ત્રિપાઠીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ, દિલ્હીના એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં કાર્ડિયાક એરેસ્ટથી તેમનું નિધન થયું હતું. તેમજ તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ કહ્યું કે, તેમણે એક નિકટનો મિત્ર ગુમાવ્યો છે, તેમના અવસાનથી ભારતીય ન્યાયતંત્રમાં ન પુરાય તેવી ખોટ ઉભી થઇ છે. બિહારના બહુચર્ચિત ઘાસચારા કૌભાંડના દિવસોથી અમારા વચ્ચે મિત્રતા હતી, શહેરમાં ભાગ્યે જ કોઈ સાંસ્કૃતિક કાર્યો હશે કે જેમાં તેમણે ન્યાયાધીશ હોવા છતાં ભાગ ન લીધો હોય.
ઉલ્લેખનીય છે કે, અજયકુમાર ત્રિપાઠી છત્તીસગઢ કોર્ટના ભુતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હતા. તે પહેલા પટના હાઇકોર્ટમાં પણ તેઓ ન્યાયાધીશ રહી ચૂક્યા છે. તેઓ લોકપાલના ચાર સભ્યોમાંના એક હતા.