ETV Bharat / bharat

ગડકરી આ રીતે વધારશે રોજગાર, વિકાસની નવી યોજનાઓ બનાવવાનો એક્શન પ્લાન

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ તેમની સરકારના બીજા કાર્યકાળની શરૂઆતમાં રાજમાર્ગોના નિર્માણમાં 15 લાખ કરોડ રુપિયાનું રોકાણ કરવા તથા ખાદી અને એમએસએમઈ ઉત્પાદનોમાં વૈશ્વીકરણ કરી જીડીપીની ગતિ વધારવાની યોજના તૈયાર કરી દીધી છે.

ians
author img

By

Published : Jun 6, 2019, 9:31 AM IST

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા સુક્ષ્મ, લઘું અને મધ્યમ ઉપક્રમ મંત્રાલયનો કારભાર સંભાળ્યા બાદ એક ઈન્ટરવ્યુમાં ગડકરીએ કહ્યું હતું કે, આગળનું મિશન જીડીપી વૃદ્ધિને તેજ કરવાનું રહેશે. પછી તે રાજમાર્ગો પર ઘ્યાન આપવાનું હોય કે એમએસએમઈનો વિસ્તાર વધારીને પણ વૃદ્ધિ ચોક્કસ થશે.

ગડકરીએ વધુમાં કહ્યું હતું કે, રાજમાર્ગો નવા બનાવવા માટેની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે. અમારી યોજના રાજમાર્ગોમાં ઓછામાં ઓછી 15 લાખ કરોડ રુપિયા કરવાની છે જેમાં 22 એક્સપ્રેસવેનું નિર્માણ, રોકાયેલી તમામ યોજનાઓને 100 દિવસમાં આગળ લઈ જવી તથા પાવરગ્રિડને ધ્યાનમાં રાખી સડકોનું નિર્માણ કરવાનો પ્લાન સામેલ છે.

તેમણે આગળ કહ્યું હતું કે, તેમના વિતેલા કાર્યકાળમાં અલગ અલગ મંત્રાલયોમાં 17 લાખ કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.જેમાં 11 લાખ કરોડ રુપિયા ફક્ત રાજમાર્ગો બનાવામાં જ વપરાયા છે.

ગડકરીએ લોકસભા ચૂંટણીમાં મળેલી જીત માટે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, મોદી રાજમાં લોકોએ રાજનીતિ, જાતિવાદ અને સંપ્રદાયવાદથી ઉપર જઈ જનાધાર આપ્યો છે.તેનાથી તે વિશ્વાસ મજબૂત થાય છે કે, લોકોને વિકાસની વાત પસંદ આવી રહી છે.

નોટબંધીને કારણે લોકોમાં એક ખાસ પ્રકારનો સંદેશ ગયો હતો કે, મોદી સરકાર ભ્રષ્ટાચાર અને કાળાનાણાની વિરુદ્ધમાં કામ કરી રહી છે.કલ્યાણની યોજનાઓ, આવાસ, ગેસ, વિજળી અને સ્વાસ્થ્ય વિમા આ તમામ વસ્તુઓ ગરીબોને ઉપલબ્ધ કરાવી છે.

તેમણે વધુમાં આગળ જણાવ્યું કે, તેમની પ્રાથમિકતા અટકેલી તમામ રાજમાર્ગ પરિયોજના આગામી 100 દિવસમાં શરૂ કરવાની છે.

ગડકરીએ આગળ જણાવ્યું હતું કે, મેં હજૂ કાલે પરિયોજનાની સમીક્ષા કરી તો જાણવા મળ્યું કે, નાણાકીય મુશ્કેલીને કારણે લગભગ 225 યોજનાઓ અટકેલી પડી છે. આ અડચણોને હવે દૂર કરી લેવામાં આવી છે તથા હવે ફક્ત 20-25 યોજનાઓ જ બાકી રહેલી છે.આ પ્રાથમિક કામ છે તથા આગામી 100 દિવસમાં તેને સંખ્યા શૂન્ય થઈ જશે.

ગડકરીએ જણાવ્યું હતું કે, આ યોજનાને કારણે રોજગારના વ્યાપક અવસરો પેદા થશે તથા જીડીપીને પણ ગતિ મળશે. જેની અસર આગામી બે-ત્રણ વર્ષમાં જોવા મળશે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.