તમને જણાવી દઈએ કે, ગડકરી અહીં શિવસેના ઉમેદવાર સદાશિવ લોખંડે માટે ચૂંટણી પ્રચાર કરવા આવ્યાં હતાં. આ પ્રચાર દરમિયાન નિતિન ગડકરીની તબિયત અચાનક લથડી હતી. મળતી માહિતી મુજબ, કાળઝાર ગરમીમાં નિતિન ગડકરી શરિડીમાં યોજાયેલી રેલીને સંબોધિત કરી હતી. આ સંબોધન દરમિયાન ત્રણ વાર તેમણે શરબત પીધો હતો, પરંતુ ભાષણ દરમિયાન ગડકરીની તબિયત ખરાબ થઈ રહી ગઈ હતી. જેથી પોતાના ભાષણને પૂર્ણ વિરામ નીકળી ગયાં હતાં.
આ દરમિયાનમાં મંચ પરના લોકોએ ગડકરીને સહાય આપી અને પાણી પીવડાવ્યું હતું. પાંચ મિનિટ બાદ ગડકરી ત્યાંથી નીકળી ગયાં હતાં. મહત્વનું છે કે, આ પહેલા પણ ગત વર્ષે ડિસેમ્બરમાં મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં એક સભા દરમિયાન નિતિન ગડકરી તબિયત લથડી હતી, ત્યારે કહેવાયું હતું કે, ગડકરીના શરીરમાં ઓક્સિજનની ઉણપ છે.