મુંબઈ: મહારાષ્ટ્રમાં નિસર્ગ ચક્રવાતની ગતિ હવે ધીમી થઈ ગઈ છે. પુણેમાં નિસર્ગ વાવાઝોડાને કારણે 2 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાથી ટ્રાફિક વ્યવસ્થાને પણ માઠી અસર પહોંચી છે.
નિસર્ગ ચક્રવાત વિશે પુણેના ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું કે, જિલ્લામાં નિસર્ગ ચક્રવાતના કારણે 100થી પણ વધુ કાચા મકાનો ધરાશાઈ થયા છે.