નાણાપ્રધાન સીતારમણે જણાવ્યું હતું કે, બેંકોએ વ્યાજમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને એમસીએલઆર દ્વારા આપવાનો નિર્ણય કર્યો છે. બેંકોએ રેપો રેટથી જોડાયેલા દેવાદારોનો ભાર ઊતાર્યો છે, જેમાં કેન્દ્રીય બેંક દ્વારા મુખ્ય વ્યાજ દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ સીધો ગ્રાહકોને મળશે.
નાણાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, સીએસઆપનું ઉલ્લંઘન હવે દંડનીય અપરાધ નહીં ગણાય. સાથે જ એફપીઆઈ પર વધારેલો સરચાર્જ પણ પાછો ખેંચવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકાર સ્ટાર્ટઅપ્સ તથા તેમના રોકાણકારો માટે એંજલ ટેક્સની જોગવાઈ પણ પાછી ખેંચી રહી છે.
સીતારમણે દાવો કર્યો હતો કે, હજૂ પણ દુનિયામાં ભારત સૌથી વધુ ગતિએ આર્થિક વૃદ્ધિ કરતો દેશ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક વ્યાપારમાં ઉતાર-ચડાવનો સિલસિલો ચાલી રહ્યો છે. જેની અસર આપણા દેશની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. તેમણે વૈશ્વિક વિકાસદર પણ નીચે આવી રહ્યો હોવાની વાત કરી હતી. જ્યાં વૈશ્વિક વિકાસ દર હાલ 3.2 ટકા હોવાનું જણાવ્યું હતું. ભારતનો જીડીપી અન્ય દેશોની સરખામણીએ હજૂ પણ વધારે છે.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, આર્થિક સુધારો એ સતત ચાલતી પ્રક્રિયા છે. તેમ છતાં આપણે હજૂ પણ ગતિ જાળવી રાખી છે. આર્થિક સુધારો 2014થી સરકારના મુખ્ય એજન્ડામાં છે.
તેમણે ઉદ્યોગ જગતને જાણ સારૂ જણાવ્યું હતું કે, આર્થિક ભીંસમાં ઉદ્યોગોએ કોઈ ખોટું પગલું ભરવું નહીં. સરકારે કંપનીઓના લગભગ 14 હજાર જેટલા કોર્ટ કેસ પાછા ખેંચ્યા છે.
વધુમાં જણાવ્યા અનુસાર વિજ્યાદશમી બાદ ફેસલેસ ટેક્સ સ્ક્રૂટની આવી જશે, જેથી કરદાતાઓને હેરાન ગતિ થશે નહીં. આવક વિભાગ દ્વારા મોકલવામાં આવતી નોટિસ હવે 1 ઓક્ટોબરથી કેન્દ્રીયકૃત હશે. સરકાર આવી ઘટનાઓમાં હવે વધારે માનવતા દાખવશે.
આવક વિભાગની તમામ નોટિસનું સમાધાન કરવામાં આવશે.
તેમણે મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે, સરકાર હાલમાં જીએસટીથી રિફંડની પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓ તથા તેની સાથે જોડાયેલી ખામીઓને શોધી, ઝડપથી તેને દૂર કરવાના પ્રયત્નો કરી રહી છે.