નવી દિલ્હી : રાજધાની દિલ્હી સ્થિત દ્વારકાના અક્ષરધામ ઓપાર્ટમેન્ટમાં નિર્ભયાના ગુનેગારોને ફાંસી અપાવવા માટે 16 ડિસેમ્બરથી કેન્ડલ માર્ચ કરવામાં આવી રહી છે. પરંતુ, હજુ સુધી નિર્ભયાના ગુનેગારોને ફાંસી મળી નથી કે નિર્ભયાના ગુનેગારોની કોર્ટની કાર્યવાહી પુર્ણ થઈ નથી. જેના પગલે અક્ષરધામ ઓપાર્ટમેન્ટના ગેટ નંબર-1 પર એપાર્ટમેન્ટવાસીઓ નિર્ભયા માટે કેન્ડલ માર્ચ કરી ગુનેગારોને ફાંસીએ લટકાવવાની માગ કરી રહ્યા છે.
આ અભિયાન અક્ષરધામ સોસાયટીમાં રહેનારી નિર્ભયાની માતાના નેતૃત્વમાં સોસાયટીની મહાસચિવ ગોમતી મટ્ટૂ દ્રારા ચલાવવામાં આવી રહ્યું છે.