સઘન સુરક્ષા અને CCTV કેમેરા વચ્ચે નિર્ભયા કેસના આરોપી વિનયે તિહાડ જેલમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. વિનયના વકીલ એ. પી. સિંહે એ દાવો કર્યો હતો કે, આ ઘટના બુધવાર સવારની છે. જો કે, તિહાડ જેલમાં પ્રવક્તા આઈજી રાજ કુમારે આ ઘટનાની કોઈ પુષ્ટી કરી નથી.
માત્ર 5-6 ફુટની ઓછી ઉંચાઈ પર ફંદો લગાવાથી વિનય બચી ગયો
વિનય જેલ ક્રમાંક 4ના સિંગલ કોટડીમાં કેદ હતો. તેની કોટડી અને ટોયલેટ વચ્ચે માત્ર એક જ પડદો છે. ટોયલેટમાં લોખંડની નાની ખીતી છે. બુધવાર સવારે 9થી 10 કલાકની વચ્ચે વિનયે આ ખીતીમાં કપડા અને રૂમાલ વડે ગળે ફાંસો ખાવાની કોશિશ કરી હતી. જો કે, 5થી 6 ફુટ લાંબા ફંદામાં તે લટકી શક્યો ન હતો. જે કારણે તે બચી ગયો.
પત્ર લખી ફાંસી માટે નવી તારીખની માંગણી
તિહાડ જેલ વહીવટી તંત્રએ પણ દિલ્હી સરકારને પત્ર લખી ફાંસીની નવી તારીખ આપવા માગ કરી હતી, કેમ કે પટિયાલા હાઉસ કોર્ટે ફાંસીની તારીખ આગળ વધારવા અને દોષીઓની દયા અરજી અંગે જેલ વહીવટી તંત્ર પાસે શુક્રવાર સુધીમાં રિપોર્ટ માંગ્યો છે.
ફાંસી આપવાના મામલે રાજકારણ ગરમાયું
દિલ્હીના ચૂંટણીના માહોલ વચ્ચે નિર્ભયાના દોષીઓને મુલતવી રાખવાના મુદ્દે ભાજપ અને આપ વચ્ચે આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે. જ્યાં ભાજપે દિલ્હી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલ સરકાર જાણી જોઈને નિર્ભયાના ગુનેગારોને સુરક્ષિત રાખી રહી છે, ત્યારે બીજી તરફ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અમને 2 દિવસ પોલીસ અને કાયદો વ્યવસ્થા આપે, તો અમે નિર્ભયાના આરોપીને ફાંસી આપીશું.