ETV Bharat / bharat

સબરીમાલા મંદિર કેસ: સુપ્રીમ કોર્ટે 9 જજોની બેંચની રચના કરી, મહિલાઓના પ્રવેશ મામલે 13 જાન્યુઆરીએ સુનાવણી

author img

By

Published : Jan 7, 2020, 12:22 PM IST

Updated : Jan 7, 2020, 1:52 PM IST

નવી દિલ્હીઃ સબરીમાલા મંદિરના કેસમાં સુપ્રીમ કોર્ટે 9 જજોની એક બેંચ બનાવી છે. આ બેંચ 13 જાન્યુઆરીએ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે સામવારે આ અંગે એક નોટિસ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટના 2018ના ચુકાદા પર ભારતીય યુવા વકીલ એસોશિએશનની પુનઃવિચારની અરજી દાખલ કરી હતી. આ અરજી અંગે સુપ્રીમ કોર્ટે એક નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટ 13 જાન્યુઆરીએ આ અરજીની સુનાવણી કરશે તેવી જાહેરાત કરી છે.

sabarimala case in supreme court
શબરીમાલા મંદિર કેસમાં સર્વોચ્ચ અદાલતે 9 જજોની બેચ બનાવી

સબરીમાલા મંદિર કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં દરેક વયજૂથની મહિલાઓને પ્રવેશ કરવા માટે મંજૂરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, આ વિવાદ છેલ્લા 30 વર્ષોથી ચાલી રહ્યો છે. માસિક ધર્મ ધરાવતી મહિલાવર્ગને સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવમાં આવે કે, નહીં. આ મંદિર વિશે એવી માન્યતા છે કે, મંદિરમાં બિરાજમાન અયપ્પા નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, અને આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું.

nine judge bench for sabarimala case
બરીમાલા મંદિર કેસમાં સર્વોચ્ચ અદાલતે 9 જજોની બેચ બનાવી

સુપ્રીમ કોર્ટે દ્વારા 2018માં સબરીમાલા મંદિરમાં માસિક ધર્મ ધરાવતી મહિલાઓને પ્રવેશ આપવા માટે મંજૂરી આપી હતી. તે બાદ કોર્ટના આ ચુકાદાને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પુનઃવિચારની અરજી પર સુનાવણી માટે 7 જજોની બંધારણ બેંચ પાસે મોકલી આપી હતી. જેની સુનાવણી 3:2થી કરવામાં આવશે.

બંધારણીય બેંચના 14 નવેમ્બરના ચુકાદાનો ઉલ્લેખ કરતા ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે, 2018નો ચુકાદો અંતિમ શબ્દ નથી, કારણ કે, આ મામલાને સાત સભ્યોની બેંચને વિચારણા માટે મોકલી આપવામાં આવ્યો છે.

Intro:Body:Conclusion:
Last Updated : Jan 7, 2020, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.