NIAના મહાનિર્દેશક યોગેશ ચંદર મોદીએ કહ્યું કે, થોડા સમય પહેલા આપણે જોયું કે, જમાત ઉલ મુઝાહિદીન બાંગ્લાદેશ (JMP)એ બિહાર, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં પોતાની પ્રવૃત્તિઓ વધારી છે.
ઉલ્લેખનીય છે કે, સંબધિત એજન્સીઓની સાથે 125 શંકાસ્પદોના નામ આપ્યા છે.
અગાઉ NIAના ઉપ મહાનિર્દેશક આલોક મિત્તલે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં આતંકના નાણાકીય ભંડોળના મુખ્ય મામલામાં, સંગઠનો અને ટોચના અલગાવવાદી નેતાઓના પ્રમુખોની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે, હજી સુધી આ મામલે કોઈને જામીન મળ્યા નથી.
આલોક મિત્તલે કહ્યું કે, પંજાબમાં આતંકી પ્રવૃત્તિઓને શરૂ કરવા માટે સરહદથી પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. 8 મામલમાં હત્યાઓ માટે 16ની ધરપકડ કરાઈ છે, જેમાં ખાલિસ્તાન લિબરેશન ફોર્સ પણ સામેલ છે. આ માટે UK, ઈટલી, ફ્રાંસ અને ઓસ્ટ્રલિયાથી ફંડ મોકલવામાં આવ્યાં છે.
સોશિયલ મીડિયામાં એક અભિયાન ચાલી રહ્યુ છે. જેના માધ્યમથી શીખ યુવકોને કટ્ટરપંથી બનાવાની કોશિશ થઈ રહી છે. ગત વર્ષે ઉત્તરપ્રદેશમાંથી ધરપકડ કરાયેલા 5 લોકોએ સ્વીકાર્યું હતું કે, તેમણે રેફરેંડમ 2020 પ્રચાર માટે કટ્ટરપંથી બનાવામાં આવ્યા હતાં.