લોકસભામાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ ટ્રિપલ તલ્લાકના બિલ પર ડિવિઝનની માગ કરી હતી. ત્યારે રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે,"ટ્રિપલ તલ્લાક બિલથી મુસ્લિમ મહિલાઓની રક્ષા થશે. ભારતીય બંધારણ પ્રમાણે નવુું બિલ લાવવામાં આવશે. તેના વિશેની કાયદાકીય ચર્ચા તો થતી રહેશે. એટલે લોકસભાને કોર્ટ ન બનાવો. આ નારી, ન્યાય અને ગરિમાનો પ્રશ્ન છે તેથી ટ્રિપલ તલ્લાક વખોડી ન નાખો. તેને સમજવાનો પ્રયત્ન કરો.

કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્રિપલ તલ્લાકના બિલની હિમાયત કરતાં કહ્યું કે, "અમે અગાઉની સરકારમાં આ બિલ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું. પણ તે રાજ્યસભામાં તેને અટકી પડ્યું હતું. તેમણે કહ્યું કે, બંધારણીય પ્રક્રિયા અનુસાર અમે ફરીથી બિલ લઇને આવ્યા છે." જનતાએ આપણને કાનૂન બનાવવા માટે પસંદ કર્યા છે. રહી વાત કાયદા વિશે ચર્ચાની તો એ કોર્ટમાં થતી રહેશે. હાલ લોકસભાને કોર્ટ બનાવવાની જરૂર નથી. મંત્રીએ કહ્યું કે, સવાલ અહીં રાજકારણનો કે ઉપાસનાનો નથી. પણ નારીના ન્યાયનો છે. તેમણે કહ્યું કે, ભારતના બંધારણમાં જણાવ્યું છે કે, "કોઇની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. આથી તે બંધારણની વિરૂદ્ધ નથી, પણ તેમના અધિકારો સાથે જોડાયેલો છે."

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ બિલનો વિરોધ કર્યો હતો. તેમણે બિલનો વિરોધ કરતાં કહ્યું હતું કે, "બિલ બંધારણની વિરૂદ્ધ છે. આ બિલથી માત્ર મુસ્લિમ પુરુષોને સજા મળશે. સરકારને ફક્ત મુસ્લિમ મહિલાઓ પ્રત્યે જ સાંત્વના કેમ છે? સરકારને કેરળની હિન્દુ મહિલાઓની ચિંતા કેમ નથી? જો બિલ મુસ્લિમ મહિલાઓના હિતમાં હોય તો શા માટે સુપ્રીમ કોર્ટ ટ્રિપલ તલ્લાકને ગેરબંધારણીય ગણાવ્યું હતું? આ બિલ પછી જે પતિ જેલમાં ગયેલાં પત્નીને ખર્ચ આપવા સરકાર તૈયાર છે ખરી ? આમ, ઔવૈસીએ બિલનો વિરોધ કરી સરકારને પ્રશ્નો કર્યા હતા."
લોકસભા સાથે સંકળાયેલી કાર્યવાહીની યાદી પ્રમાણે 'મુસ્લિમ મહિલા વિવાહ' અધિકાર સંરક્ષણ ધારો 2019 લોકસભામાં રજૂ કરાયો હતો. 16 લોકસભાનો કાર્યકાળ પૂરો થયા બાદ અગાઉનો ખરડો બિનઅસરકારક સાબિત થયો હતો. કારણ કે, આ ખરડો રાજ્યસભામાં લાંબા સમય સુધી પડી રહ્યો હતો. ખરેખર તો, લોકસભામાં કોઇ ખરડો પસાર થયા બાદ રાજ્યસભામાં અટકી રહે તો નીચલા ગૃહ(લોકસભામાં)માં ભંગ થવાના કારણે તેની અસર જોવા મળતી નથી.
સરકારે સપ્ટેમ્બર 2018 અને ફેબ્રુઆરી 2019માં બે વાર ટ્રિપલ તલ્લાકનો અધિનિયમ જાહેર કર્યો હતો. એનું કારણ હતું કે, લોકસભામાં આ વિવાદસ્પદ ખરડો પસાર થયા બાદ તે રાજ્યસભામાં કોઇને કોઇ કારણસર અટકી જાય છે.
આ બધાની વચ્ચે મુસ્લિમ મહિલા (વિવાહ પર અઘિકારોનો સંરક્ષણ) અધિનિયમ 2019ના પ્રમાણે ટ્રિપલ તલ્લાક પ્રમાણે તલ્લાક અમાન્ય છે, અને પતિને તેની માટે ત્રણ વર્ષની સજા થઈ શકે છે.