નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોનાના દર્દીઓ માટે પ્લાઝમા વરદાન સાબિત થયું છે. મોટા ભાગના કોરોનાના દર્દીઓ પ્લાઝમાં થેરેપીના કારણે સ્વસ્થ થયા છે. જેને લઈ હવે પ્લાઝમાની માગ વધી છે. ત્યારે દિલ્હીની આઈએલબીએસ હોસ્પિટલમાં પ્લાઝમાં બેંકની શરુઆત થઈ હતી. હવે દિલ્હી સરકારે પ્લાઝમાં બેંકની પ્લાઝમાં આપવાની નીતિમાં ફેરફાર કર્યો છે.
દિલ્હી સરકાર તરફથી પ્લાઝમાને લઈને સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલ માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્લાઝમા લેનારાએ સ્વૈછિક ડોનર અને રિપ્લેસમેન્ટ ડોનર મોકલવાના રહેશે.
આપને જણાવી દઈએ કે, દિલ્હી સરકાર સતત પ્લાઝમાં ડોનેશનને લઈ અભિયાન ચલાવી રહી છે. 2 દિવસ પહેલા દિલ્હી સરકારે બધી જ હોસ્પિટલમાં આદેશ આપ્યો હતો કે, તેમના એન્ટ્રી ગેટ પર પ્લાઝમાં ડોનેશનને પ્રેરિત કરવા હોર્ડિંગ લગાવે.
આ સિવાય કોરોનાથી સ્વસ્થ થઈ પરત ફરેલા દર્દીઓને હોસ્પિટલ દ્વારા ફીડબેક ફોર્મને લઈને પર સવાલ કરવામાં આવી રહ્યા છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ સતત પ્લાઝમાં ડોનેટની અપીલ કરી રહ્યા છે.