હૈદરાબાદઃ ઇટીવી ભારતના ક્રિષ્નાનંદ ત્રિપાઠી સાથે ખાસ વાતચીત કરતા તેમણે કહ્યું કે નવી નીતિ અમેરિકી શિક્ષણ પદ્ધતિ પર આધારિત છે પરંતુ તેમાં તેના જેવી સ્વાયતત્તા નથી. સંપાદિત અંશો:
પ્ર: નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ વિશે તમારી પહેલી છાપ શું છે?
જ: હું ઓડિશાની કાયદા યુનિવર્સિટીમાં ઉપ કુલપતિ હતો અને તે પહેલાં હું કેઆઈઆઈટીની લૉ સ્કૂલનો સ્થાપક નિર્દેશક હો જે પૂર્વ ભારતમાં સારી રીતે જાણીતી સંસ્થા છે. વિજ્ઞાન, કળા અને સંગીતને અલગ-અલગ બાબત તરીકે જોવી તે જરીપુરાણો વિચાર છે. જોકે અત્યારે પણ દેશ હું દાયકાઓથી જેના માટે કામ કરતો આવ્યો છું તે સંકલિત અભ્યાસ માટે પૂરી રીતે તૈયાર નથી. શાખાઓના આંતરવિભાગમાં જ્ઞાન છે. મને આનંદ છે કે તેમાં સંકલિત અભિગમ છે અને હું આ અભિગમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા માગું છું પરંતુ તે સંકલિત જ્ઞાન માટે હજુ એક ડગલું દૂર છે.
છેલ્લાં ૭૦ વર્ષમાં આ ત્રીજી શિક્ષણ નીતિ છે. તે બતાવે છે કે અગાઉની સરકારે શિક્ષણ ક્ષેત્રને પૂરતું પ્રાધાન્ય આપ્યું નહોતું.
જોકે આ નીતિ કાયદો નથી અને તે સરકાર દ્વારા હેતુનું નિવેદન છે અને તે મોદી સરકારના તેને મળેલા જનાદેશથી પણ દૂર જોઈને લાંબા ગાળાનો દૃષ્ટિકોણ સ્થાપિત કરવાનો અભિગમ મુજબ છે.
પ્ર: આ નીતિમાં અલગ-અલગ પ્રકારની યુનિવર્સિટીઓની પ્રવર્તમાન પ્રણાલિ નીકળી જશે. શું આ સારું પગલું છે?
જ: હું માનું છું કે આ મુદ્દે કંઈક મૂંઝવણ છે. જ્યારે મોદી સરકાર રચાઈ ત્યારે તેણે કહ્યું હતું કે દેશમાં લગભગ ૧૫૦ જેટલી ડીમ્ડ યુનિવર્સિટીઓ છે અને ડીમ્ડ યુનિવર્સિટી શબ્દ બરાબર લાગતો નથી. આથી તેમણે આદેશ પસાર કર્યો જે સર્વોચ્ચ ન્યાયલય દ્વારા સંમતિ પામ્યો. તેનાથી દેશમાં તમામ ડીમ્ડ યુનિવર્સિટીઓના કાગળ અને મુદ્રણ સામગ્રીનું પુનઃમુદ્રણ કરવું પડ્યું.
દેશમાં યુનિવર્સિટીઓ બનાવવાના ત્રણ રસ્તા છે. કેન્દ્રીય યુનિવર્સિટીઓ કેન્દ્રીય ધારા દ્વારા બનાવાય છે, રાજ્ય યુનિવર્સિટીઓ રાજ્યના ધારા દ્વારા બને છે અને ત્રીજો વિકલ્પ યુજીસીની ભલામણો પર કાર્યકારી આદેશની રીતે યુનિવર્સિટી બનાવવાનો છે.
તેમને કલમ ત્રણ યુનિવર્સિટીઓ કહેવાતી હતી કારણકે ભલામણો યુજીસી ધારાની કલમ ત્રણ હેઠળ ભલામણો મોકલવામાં આવતી હતી. આ ડીમ્ડ યુનિવર્સિટીઓને કાયદા દ્વારા સમર્થન નહોતું. આથી યુપીએ સરકારે તેમને કલમ ત્રણ યુનિવર્સિટીઓ તરીકે વર્ણવવાનું કહ્યું પરંતુ બાદમાં બધીને ડીમ્ડ જે યુનિવર્સિટી બનવાની છે તે રીતે ઓળખાવા કહેવાયું.
આપણી પાસે અલગ-અલગ પ્રકારની યુનિવર્સિટીઓ છે. મને નથી લગાતું કે તેમને બધીને એક જ પ્રકારની યુનિવર્સિટી તરીકે વર્ગીકૃત કરવું યોગ્ય છે.
પ્ર: નીતિથી કેટલીક કૉલેજોને સ્વાયત્ત ડિગ્રી આપતી સંસ્થા તરીકે કામ કરવા છૂટ પણ મળશે. શું આ યોગ્ય પગલું છે?
જ: મને લાગે છે કે આ નીતિ અમેરિકી શિક્ષણ નીતિથી ખૂબ જ પ્રભાવિત છે જ્યાં અનેક કૉલેજોને ડિગ્રી આપવા છૂટ હોય છે, કેટલીક બ્રિટિશ કૉલેજોને પણ ડિગ્રી આપવા છૂટ અપાય છે. આ સકારાત્મક પગલું છે.
સમસ્યા એ છે કે આપણી ઉચ્ચ પ્રણાલિ પર ખૂબ જ નિયંત્રણ થાય છે અને તેમને ભંડોળ ઓછું મળે છે. આ નીતિ હળવા પરંતુ ચુસ્ત નિયંત્રણ વિશે વાત કરે છે. જો કંઈક ચુસ્ત છે તો તે હળવું નથી. જો તમે પ્રભુત્વવાળા નિયંત્રક દ્વારા ચીજોનું નિયંત્રણ કરો તો કૉલેજો અને યુનિવર્સિટીઓ માટે કોઈ સ્વાયત્તતા નહીં રહે. મને લાગે છે કે આપણે વિશ્વાસ રાખવાની અને આપણી કૉલેજો તેમજ યુનિવર્સિટીઓને સ્વાયત્તતા આપવાની જરૂર છે. ખરી સ્વાયત્તતા છે જ નહીં. જો આપણે અમેરિકી પદ્ધતિને અનુસરી રહ્યા હોય તો આપણે તેમની જેમ સ્વાયત્તતા આપવી જોઈએ.
પ્ર: જે વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દે તો તેમના માટે અનેક નિર્ગમન વિકલ્પો છે તેને તમે કેવી રીતે જુઓ છો?
જ: હું આ પગલાને આવકારું છું. એક કે બે વર્ષ પૂરા કરવા માટે તેમને ડિપ્લૉમા આપો, જે લોકો ત્રણ વર્ષ પૂરા કરે તેમને ડિગ્રી આપો અને ચોથા વર્ષના વિદ્યાર્થીને સંશોધનમાં મૂકો. જોકે નીતિ કાયદો નથી, આથી રાજ્યો અલગ ઢબે તેનો અમલ કરશે કારણકે શિક્ષણ સમવર્તી યાદીમાં છે.
આજે યુજીસી એ હદે આપણું નિયંત્રણ કરે છે કે તે યુનિવર્સિટીઓને તેમની ડિગ્રીના નામ પણ આપવા દેતી નથી.
પ્ર: તે નીતિ છે અને કાયદો નથી, તો શું રાજ્યોને તેમની પોતાની નીતિઓ અને કાયદો ઘડવાની સ્વતંત્રતા હશે?
જ: બંધારણ હેઠળ, રાજ્યોને શિક્ષણ ક્ષેત્રનું નિયંત્રણ કરવા કાયદા લાગુ કરવા સત્તા છે, આથી જો કેન્દ્રની શિક્ષણ નીતિ અને રાજ્યના કાયદા વચ્ચે સંઘર્ષ થશે તો રાજ્યનો કાયદો લાગુ પડશે. જોકે જો તે કેન્દ્રીય યાદો હશે તો તે રાજ્યના કાયદા પર હાવી થશે.
પ્ર: યુપીએ સરકારના કિસ્સામાં, આપણે જોયું છે કે દરેક હકને કાયદા દ્વારા સમર્થન હતું, જેમ કે ખોરાકનો અધિકાર, આરટીઆઈ અને આરટીઈ. તો શું આ નીતિમાં તે અભાવ છે કારણકે તેને કાયદાનું સમર્થન નથી.
જ: તે નીતિ છે, તે કાયદો નથી, પરંતુ સરકારે નિર્દેશ આપ્યો છે અને કાયદો નીતિના આધારે ઘડવામાં આવશે. પરંતુ અનેક ચીજો સમય સાથે બદલાય છે કારણકે એનડીએ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે તેણે વિદેશી યુનિવર્સિટીઓના પ્રવેશનો વિરોધ કર્યો હતો, આજે જ્યારે તે સરકારમાં છે ત્યારે તે વિદેશી યુનિવર્સિટીઓને દેશમાં લાવવા વાત કરે છે. તો આ વિરોધાભાસ છે.
એમ કહેવું સાચું છે કે યુપીએએ અનેક અધિકારોને કાયદાકીય માળખું આપ્યું પરંતુ તેમાં ઉણપો પણ હતી. દા.ત. આરટીઇમાં માત્ર ૧૫ વર્ષ સુધીના વિદ્યાર્થીઓનો જ સમાવેશ થાય છે અને પ્રિ સ્કૂલને બાકાત રખાયા. હું પ્રિ સ્કૂલનો સમાવેશ કરીને તેને ૧૮ વર્ષ સુધી વિસ્તારવા માટે વડા પ્રધાનનો આભાર માનું છું.
પ્ર: નીતિમાં એમફિલ દૂર કરાયું છે, શું તે સારી બાબત છે?
જ: હું માનું છું કે તે આવકાર્ય બાબત છે. હવે પીએચડી કરતાં પહેલાં એમ.ફિલ. પૂરું કરવું જરૂરી નથી. આદર્શ રીતે આપણે પીએચડીની છૂટ બી.એ. પછી જ આપવી જોઈએ. વિદ્યાર્થીઓ તેમનું બી. ટૅક. ભારતમાં પૂરું કરે છે અને અમેરિકામાં સીધો પીએચ.ડી.માં પ્રવેશ મેળવે છે અને સ્વાયત્ત રીતે એમ. એસ. ડિગ્રી મેળવે છે. નલસારમાં અમે સ્નાતક ડિગ્રી પછી સીધી જ પીએચ. ડી. ડિગ્રીને અનુમતિ આપી છે. આપણે અમેરિકી પદ્ધતિમાંથી અનેક ચીજોને અપનાવી છે પરંતુ ત્યાં યુજીસી જેવું કોઈ નિયંત્રક નથી.
પ્ર: તમારા મત મુજબ, નવી શિક્ષણ નીતિમાં શું રહી ગયું છે?
જ: નીતિમાં, આપણે સમાવેશકતા, અનેકતાવાદ જેવાં અનેક પાસાં ચર્ચ્યા છે પરંતુ અનામતનું શું થશે તેના પર તે મૌન છે. આપણી યુનિવર્સિટીઓમાં, વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને અરે, ઉપ કુલપતિઓની રીતે આપણા સમાજની વિવિધતાનું પ્રતિબિંબ પડવું જોઈએ. તમે બહુ થોડા દલિત પ્રાધ્યાપકો અને ઉપ કુલપતિઓને જોશો. વિભાગવાર અનામત વિશે ઘણો વિવાદ છે. જોકે યુનિવર્સિટી મુજબ અનામત છેવટે સ્થાપિત કરાઈ છે. મને લાગે છે કે નીતિમાં સકારાત્મક પગલાંને પ્રાધાન્ય આપવું જોઈતું હતું.
-ક્રિષ્નાનંદ ત્રિપાઠી