ETV Bharat / bharat

જુઓ એટલાસ સાયકલ કંપનીના કર્મચારીઓની વેદના

ગાઝિયાબાની એટલાસ ફેક્ટરી બંધ થવાના 3 દિવસ પહેલા આકસ્મિક આદેશ આવતા કામદારો બેકારીના આરે આવ્યા છે. માયાવતીએ ટ્વીટ કરીને સરકારને વિનંતી કરી હતી કે, આ મામલે કામદારોની મદદ કરવામાં આવે. જેથી કામદારને ખાવા માટે ફાફા ન પડે.

નવી દિલ્હી આ છે ગાઝિયાબાદ એટલસ સાયકલ કર્મચારીઓની વેદના

author img

By

Published : Jun 7, 2020, 11:50 PM IST

ગાઝિયાબાદઃ દેશની પ્રખ્યાત એટલાસ સાયકલ ફેક્ટરી બંધ થવાથી મજૂરો પર શું વિતી રહી છે? તે અંગેની સમીક્ષા ETV BHARAT દ્વારા કરવામાં આવી છે. કામદારોએ અહેવાલ આપ્યો કે તેમને "લે ઓફ" પર જવા માટે કહેવામાં આવ્યું હતું. આનો અર્થ એ કે તેમનો પગારમાં અડધો ઘટાડો કરવામાં આવશે.

એક મજૂરે જણાવ્યું કે તેના ત્રણ બાળકો છે અને પગાર 12 હજાર રૂપિયા છે. અડધા પગાર તરીકે તમને 6 હજાર રૂપિયા મળશે. જેના કારણે બાળકોના શિક્ષણ અને ખાવાનું સંકટ ઉભું થયું છે. તે જ સમયે એક મજૂરે જણાવ્યું છે કે, હવે માત્ર અડધા પગાર રૂપે 4400 રૂપિયા મળશે. જેમાંથી 2500 રૂપિયા ઘરનું ભાડુ હશે.

જાણીતી એટલાસ ફેક્ટરીના કામદારોને સાયકલ ડેના દિવસે ખબર પડી કે તેઓ બેકારીના આરે આવ્યા છે. કારણ કે, તેઓને "લેઓફ" પર મોકલવામાં આવ્યા છે. ફેક્ટરી અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી છે. આનો સરળ અર્થ એ છે કે તમારે દરરોજ હાજર રહેવું પડશે અને તમને પગારનો અડધો ભાગ મળશે. આ કેસમાં રાજકારણ પણ ગરમાયુ છે અને માયાવતીએ આ કેસમાં ટ્વીટ કર્યું હતું.

કામદારોએ આક્ષેપ કર્યો હતો કે, ફેક્ટરી અચાનક બંધ થઈ ગઈ હતી. માયાવતીએ ટ્વીટ કરીને સરકારને વિનંતી કરી છે કે આ મામલે દખલ કરીને કંઇક થવું જોઈએ જેથી મજૂરોને ખાવા માટે ફાફા ન પડે.

ફેક્ટરીની બહાર કામદારો આશા લઇને ઉભા છે કે તેને ન્યાય મળે. આ કિસ્સામાં, જ્યારે અમે તેની સાથે વાત કરી ત્યારે તે કહે છે કે, પગારના અડધા ભાગમાં ગુજરાન ન થઇ શકે. સૌથી મોટી મુશ્કેલી 10 અથવા 12 હજાર નોકરી સુધી કામ કરતા કર્મચારીઓની છે. આ મજૂરોમાંથી કેટલાક એવા છે કે, જેમના ઘરમાં 5થી વધુ સભ્યો છે અને તેમનું આખું જીવન આ પગાર સાથે ચાલે છે. તેમની સામે આર્થિક સંકટ ઉભુ થયુ છે. પહેલેથી જ, તેમના પગારમાં સમસ્યા હતી. તે જ સમયે, લેબર કમિશનરે આ મામલે દખલ કરી છે. મજૂર કમિશનરે મેનેજમેન્ટ અને કામદારોને વાતકરવા માટે બોલાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ કામદારોના હિતમાં નિર્ણય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.