નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે NIAની કસ્ટડીમાં કોરોના પોઝિટિવ મળી આવેલી શંકાસ્પદ આતંકવાદી હિના બશીર બેગની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટ આ મામલે 11 જૂને સુનાવણી કરશે.
ગત 7 જૂને, પટિયાલા હાઉસ કોર્ટે હિના બશીર બેગને તાત્કાલિક દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવા આદેશ આપ્યો હતો. NIAની અટકાયત દરમિયાન, તિહાર જેલ સત્તા દ્વારા આ ત્રણેય આરોપીઓની કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
ત્યારબાદ ત્રણેયને NIAના મુખ્ય મથકે લાવવામાં આવ્યા હતા. નવ દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન હિનાએ કોરોનાનાં ચિન્હો બતાવ્યા, જેના પછી તેને ફરીથી કોરોના માટે પરીક્ષણ કરવામાં આવ્યું. જે બાદ તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. હિના કોરોના પોઝિટિવ આવ્યા બાદ, NIAની ટીમે જેની પૂછપરછ કરી હતી, હિનાને ક્વૉરન્ટીનમાં મોકલવામાં આવી હતી.
હિના શ્રીનગરની છે. તેના પતિ ઝહાનઝૈબ સામી અને અબ્દુલ બાસિતની સાથે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાના આરોપમાં 8 માર્ચે દિલ્હીના ઓખલાથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર CAA વિરોધના નામે મોટી કાવતરું ઘડવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર બંને પતિ-પત્નીના ખોરાસાન પ્રાંતમાં ISI સાથે સંબંધ છે.
પોલીસના કહેવા મુજબ, આ બંનેએ ઈન્ડિયન મુસ્લિમ યુનાઇટ નામનું સોશ્યિલ મીડિયા હેન્ડલ બનાવ્યું હતું. ઝહાનઝૈબ સામી અને અબ્દુલ બાસિત ન્યાયિક કસ્ટડીમાં છે.