નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં ફરી વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને લઈને મુખ્યપ્રધાન અંરવિંદ કેજરીવાલે બુધવારે એક તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોરોનાની વર્તવમાન સ્થિતિ વિશેની ચર્ચોઓ થશે.
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા બોલાવામાં આવેલી તાત્કાલિક બેઠકમાં સ્વાસ્થય મંત્રી, મુખ્ય સચિવ અને સ્વાસ્થય મંત્રાલયના અઘિકારીઓ ઉપસ્થિત રહેશે. દિલ્હીમા મંગળવાર 1544 નવા કેસ સામે આવ્યાં છે. ચાલુ મહિનામાં પોઝિટિવ કેસનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. આ પહેલા 16 જુલાઇએ દિલ્હીમાં 24 કલાકમાં 1652 કેસ સામે આવ્યાં છે. કુલ કોરોનાનો આંકડો દોઢ હજારને પાર થયો છે.